પીવાના પાણીથી ધોવાઈ રહી હતી વિરાટ કોહલીની ગાડી, પણ દંડ માત્ર 500નો થયો

06 June, 2019 06:21 PM IST  | 

પીવાના પાણીથી ધોવાઈ રહી હતી વિરાટ કોહલીની ગાડી, પણ દંડ માત્ર 500નો થયો

વિરાટ કોહલીને ગાડી ધોવા પર 500 રૂપિયાનો દંડ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલને દંડ લાગ્યો છે. ગુરુગ્રામની ડિએલએફ ફેઝ 1માં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું ઘર આવેલું છે. એક તરફ વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમી રહ્યો છે ત્યારે તેની ગુરુગ્રામમાં તે 500 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ પાછળનું કારણ છે વિરાટ કોહલીની લકઝરીયસ ગાડી. ગુરુગ્રામમાં આવેલા ઘરે જ્યારે પીવાના પાણીથી ગાડીઓ ધોવાઈ રહી હતી ત્યારે ગુરુગ્રામ નિગમના અધિકારીઓ પહોચ્યા હતા અને માત્ર 500 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

1 હજાર લીટર પીવાના પાણીની સામે માત્ર 500રૂ.નો દંડ

ગુરુગ્રામમાં વિરાટ કોહલીનો બંગ્લો છે જ્યા 2 એસયૂવૂ સહિત 6-7 ગાડીઓ છે જેને ધોવા માટે 1 હજાર લીટર પાણી વાપરવામાં આવે છે. આ વાતની ફરીયાદ ગુરુગ્રામ નિગમને પહેલીવાર પણ મળી ચૂકી છે ત્યારબાદ અધિકારીઓએ કાર્યવાહી કરી હતી અને માત્ર 500 રુપિયાનો દંડ ફટકાર્યો હતો. અધિકારીઓ અનુસાર, એક તરફ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ પહોચ્યું છે ત્યારે પાણીની અછતના કારણે ઘણી સમસ્યાઓ સર્જાઈ રહી છે.

આ પણ વાંચો: world cup 2019: ધોનીના ગ્લબ્ઝ પર જોવા મળ્યુ ખાસ નિશાન

તપાસ દરમિયાન ગુરુગ્રામ નગર નિગમના કમિશ્નરે યશપાલ યાદવે કહ્યું હતું કે, અધિકારીઓ જ્યારે તપાસ કરી રહ્યા હતા ત્યારે વિરાટ કોહલીના સહાયક દીપક ગાડી ધોઈ રહ્યા હતા ત્યારે અધિકારીઓએ તેમના ગાડી ધોતા ફોટોઝ ક્લિક કર્યા હતા અને ત્યાર બાદ 500 રુપિયાનો દંડ ફટાકાર્યો હતો જે ભરી દેવામાં આવ્યો છે.

virat kohli gujarati mid-day sports news