world cup 2019: ધોનીના ગ્લબ્ઝ પર જોવા મળ્યુ ખાસ નિશાન

Jun 06, 2019, 14:43 IST

સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ધોનીએ 34 રનની મહત્વની ઈનિંગ રમી હતી જો કે મેચમાં તેમના વિશેની ખાસ વાત રહી તેમના વિકેટકિપિંગ ગ્લ્બઝ અને તેની પર રહેલું ખાસ નિશાન

world cup 2019: ધોનીના ગ્લબ્ઝ પર જોવા મળ્યુ ખાસ નિશાન
ધોનીના ગ્લબ્ઝ પર 'બલિદાન બેચ'

ભારતે તેના વર્લ્ડ કપની શરુઆત જીત સાથે કરી છે. ભારતીય ટીમે વર્લ્ડ કપની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવી પહેલી મેચ પોતાના નામે કરી છે. આમ તો મેચના હીરો રોહિત શર્મા અને યજુવેન્દ્ર ચહલ રહ્યા હતા પરંતુ ધોનીએ પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ધોનીએ 34 રનની મહત્વની ઈનિંગ રમી હતી જો કે મેચમાં તેમના વિશેની ખાસ વાત રહી તેમના વિકેટકિપિંગ ગ્લ્બઝ અને તેની પર રહેલું ખાસ નિશાન

જાણો, ધોનીના ગ્લબ્ઝ પરના ખાસ નિશાન વિશે

આ એક એવું નિશાન છે જે કોઈ સામાન્ય રીતે ઉપયોગ કરી શકે નહી તેવુ નિશાન ધોનીના ગ્લબ્ઝ પર હતું. વાત કરીએ આ બેચની તો આ બેચને 'બલિદાન બેચ' કહેવામાં આવે છે. આ બેચનો ઉપયોગ પેરા કમાન્ડો કરી શકે છે એ પણ પેરા કમાન્ડોની ખાસ રેજિમેન્ટના કમાન્ડો. દરેક રેજિમેન્ટની તેની વિશેષતા પ્રમાણે ખાસ બેચ હોય છે.

આ પણ વાંચો: World Cup 2019: રોહિતની સેન્ચુરી સાથે ભારતનો વિજયી પ્રારંભ

ધોનીને 2011માં લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક મળ્યો હતો

ધોની હમેશા સેના માટે તેમનું સન્માન દર્શાવતા આવ્યા છે. ધોનીને 2011માં લેફ્ટનન્ટ કર્નલની રેન્ક આપવામાં આવ્યો હતો. ધોનીએ પેરા ટ્રૂપરની સફળ ટ્રેનિંગ કરી હતી. ધોની 2015માં સફળ ટ્રેનિંગ બાદ ટ્રેન્ડ પેરાટ્રૂપર બન્યા હતા જેના કારણે ધોની આ બેચનો ઉપયોગ કરી શકે છે અને આ બેચ વાપરવાની યોગ્યતા ધરાવે છે. પેરાટ્રૂપરની ટ્રેનિંગ દરમિયાન ધોનીએ 1,250 ડાઈવ પણ લગાવી હતી અને માત્ર દોઢ મિનિટની અંદર જમીન પર લેન્ડ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK