09 December, 2024 10:08 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent
ઍડીલેડ સ્ટેડિયમમાં ટ્રૅવિસ હેડ ઍન્ડ ફૅમિલી.
બીજી ટેસ્ટમાં ભારત સામે પહેલી ઇનિંગ્સમાં ૧૪૦ રન ફટકારનાર ટ્રૅવિસ હેડ પોતાના જ હોમગ્રાઉન્ડ પર પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો છે. ૧૧૧ પિન્ક બૉલમાં ટેસ્ટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી નોંધાવનાર ૩૦ વર્ષનો ટ્રૅવિસ હેડ ભારત સામે રેડ, વાઇટ અને પિન્ક બૉલથી સેન્ચુરી ફટકારનાર દુનિયાનો પહેલો બૅટર પણ બન્યો છે. આ પહેલાં તેણે ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં વાઇટ બૉલ અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલમાં રેડ બૉલથી ભારત સામે સેન્ચુરી નોંધાવી હતી.
મૅચ બાદ ટ્રૅવિસ હેડે કહ્યું હતું કે ‘કૅપ્ટન પૅટ કમિન્સે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો. હું ગેમને જે રીતે રમવા માગતો હતો એ રીતે રમી શક્યો. અમે શક્ય એટલા વધુ રન બનાવવા અને ભારતને પ્રેશરમાં લાવવાનો પ્રયાસ કર્યો. ફૅમિલી સામે સેન્ચુરી ફટકારીને સારું લાગ્યું.’