રોહિત, બુમરાહ અને પંડ્યા સહિતના ખેલાડીઓ સાથે ફોટો પડાવનાર આ મિસ્ટરી ગર્લ કોણ છે?

30 March, 2024 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલી સેજલ જાયસવાલે ૧૯ વર્ષની ઉંમરથી મૉડલિંગની શરૂઆત કરી હતી

સેજલ જાયસવાલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ઍક્શન વચ્ચે દરેક સીઝનમાં ઘણી મિસ્ટરી ગર્લ પોતાની સુંદરતાથી સૌનું મન મોહી લેતી હોય છે. આ પરંપરાને યથાવત્ રાખતાં વધુ એક મિસ્ટરી ગર્લે સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ સાથે જે મિસ્ટરી ગર્લના ફોટો વાઇરલ થઈ રહ્યા છે તેનું નામ સેજલ જાયસવાલ છે. મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલી સેજલ જાયસવાલે ૧૯ વર્ષની ઉંમરથી મૉડલિંગની શરૂઆત કરી હતી અને હાલમાં તે એક ઍક્ટ્રેસ છે. તે ‘દિલ માંગે મોર’ અને ‘ડેટિંગ ઇન ડાર્ક’ જેવી ઘણી ટીવી-સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’માં પણ તેણે નાનકડો રોલ ભજવ્યો હતો. 

sports sports news indian premier league mumbai indians