‘ક્રિકેટનો ગૉડ’ થયો કોરોના-સંક્રમિત

28 March, 2021 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાને કર્યો હોમ-ક્વૉરન્ટીન, પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

સચિન તેન્ડુલકર (તસવીર સૌજન્ય મિડ-ડે)

ક્રિકેટજગતનો ભગવાન ગણાતો ​સચિન તેન્ડુલકર કોરોના-પૉઝિટિવ થયો છે. આ વાતની જાણકારી તેણે પોતે સોશ્યલ મીડિયા પર આપી હતી. સચિને કહ્યું કે ‘મેં મારી કોરોના-ટેસ્ટ કરાવી હતી અને દરેક પ્રકારના સાવધાનીનાં પગલાં લીધાં હતાં. મારો કોરોના-રિપોર્ટ આજે (ગઈ કાલે) પૉઝિટિવ આવ્યો છે, જ્યારે ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ છે. મેં પોતાને ઘરમાં ક્વૉરન્ટીન કર્યો છે અને મારા ડૉક્ટર્સ દ્વારા જણાવવામાં આવેલાં તમામ સુરક્ષાનાં પગલાંને હું અનુસરી રહ્યો છું. મને અને દેશના અનેક લોકોને સપોર્ટ કરનારા હેલ્થકૅર પ્રોફેશનલનો હું આભાર માનું છું. સૌ ધ્યાન રાખજો.’

વીવીએસ લક્ષ્મણ, હરભજન સિંહ, ઇરફાન પઠાણે સચિનને જલદીથી સ્વસ્થ્ય થવાની શુભેચ્છા આપી હતી. 

યુસુફ પઠાણ કોરોના-પૉઝિટિવ

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ખેલાડી યુસુફ પઠાણ કોરોના-પૉઝિટિવ થયો છે. ટ્વીટ કરીને તેણે જણાવ્યું કે ‘હું કોરોના-પૉઝિટિવ છું અને પોતાને ઘરમાં ક્વૉરન્ટીન કર્યો છે તેમ જ જરૂરી દવાઓ લઈ રહ્યો છું. હું મારા સંપર્કમાં આવનારાઓને વહેલી તકે ટેસ્ટ કરાવવાની વિનંતી કરું છું.’

sports news sports cricket news cricket yusuf pathan sachin tendulkar coronavirus covid19