MS Dhoni: આવતા વર્ષે પણ ધોની હેઠળ જ રહેશે CSKની ટીમ, ફ્રેન્ચાઇઝીએ આપ્યું નિવેદન

17 October, 2021 08:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

CSKના એક ઑફિશિયલ મુજબ આવતા વર્ષે પણ ટીમની કમાન ધોનીના હાથમાં રહેશે. તેમણે જણાવ્યું કે આવતા વર્ષે જ્યારે ટીમમાં હાજર ખેલાડીઓ પર વાત થશે તો ટીમના કૅપ્ટન તરીકે ફરી એકવાર સૌથી પહેલા ધોનીના નામ પર જ સ્ટેમ્પ લાગશે.

ધોની (તસવીર સૌજન્ય મિડ-ડે)

MS Dhoni in IPL: આ વર્ષે આઇપીએલના (IPL 2021) ખિતાબ પર કબજો મેળવતા જ ચેન્નઇ સુપર કિંગ્સની સાથે એમએસ ધોનીના ભવિષ્યને લઈને અટકળો પર તો પહેલાથી જ વિરામ મૂકાયો હતો. હવે CSKના મેનેજમેન્ટે પણ આવતા વર્ષે ધોનીને ટીમમાં રિટેન કરવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. CSKના એક ઑફિશિયલ મુજબ આવતા વર્ષે પણ ટીમની કમાન ધોનીના હાથમાં રહેશે. તેમણે જણાવ્યું કે આવતા વર્ષે જ્યારે ટીમમાં હાજર ખેલાડીઓ પર વાત થશે તો ટીમના કૅપ્ટન તરીકે ફરી એકવાર સૌથી પહેલા ધોનીના નામ પર જ સ્ટેમ્પ લાગશે.

ANI સાથે વાત કરતા CSKના અધિકારીએ કહ્યું, "જ્યારે આવતા વર્ષે ઑક્શનમાં રિટંશન કાર્ડનો ઉપયોગ થશે તો સૌથી પહેલા કૅપ્ટન તરીકે ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીનું નામ નક્કી કરવામાં આવશે. આવતા વર્ષે કેટલા રિટેન્શન કાર્ડ મળશે તેને લઈને હાલ કોઈ માહિતી નથી. જો કે, ધોનીના કેસમાં આથી કોઈ ફરક નથી પડતો. કારણકે પહેલો કાર્ડ તેની માટે જ ઉપયોગમાં લેવાશે. CSKના આ જહાજને પોતાના કૅપ્ટનની જરૂર છે અને આવતા વર્ષે તે ફરી એકવાર ટીમની આગેવાની કરતો જોવા મળશે."

ધોનીએ પણ આપ્યા હતા કમબૅકના સંકેત
IPL ફાઇનલ બાદ ધોનીએ પણ CSK સાથે પોતાના ભવિષ્ટને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જેના પછી સંકેત મળ્યા કે માહી આવતા  વર્ષે એકવાર ફરી CSKની કૅપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. ગયા વર્ષથી લઈને અત્યાર સુધી IPLમાં ધોનીની બેટ લગભગ શાંત જ છે. જેના પછી તેના આવતા વર્ષે પીળી જર્સીમાં દેખાવાને લઈને અટકળો શરૂ થઈ હતી. જો કે, કૅપ્ટન કૂલ (Captain Cool)એ આ વખતે પોતાનો ચોથો IPL ખિતાબ જીતીને લગભગ બધી જ અટકળોને વિરામ આપ્યો છે.

ફાઇનલ મેચ બાદ કમેન્ટેટર હર્ષા ભોગલેએ ધોનીને કહ્યું હતું કે તમે તમારી પાછળ ચેન્નઈની ટીમ માટે એક મોટી ધરોહર છોડીને જઈ રહ્યા છો. જવાબમાં ધોનીએ હસતા તરત કહ્યું, "આમ તો મેં અત્યાર સુધી છોડ્યું નથી." જણાવવાનું કે ધોનીની આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં (ICC T20 World Cup)માં ટીમ ઇન્ડિયાના મેન્ટર તરીકે નિયુક્તિ થઈ છે. આશા છે કે તે પોતાની IPLની સફળતા સાથે વર્લ્ડ કપમાં પણ ટીમ ઇન્ડિયાેને ખિતાબ અપાવવામાં મદદ કરી શકશે.

cricket news ms dhoni mahendra singh dhoni ipl 2021 sports sports news