20 June, 2024 11:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
2024ના T20 વર્લ્ડ કપના રોમાંચ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 વિશે મહત્ત્વની અપડેટ સામે આવી છે. ભારત અને શ્રીલંકાની ટીમ યજમાન તરીકે ક્વૉલિફાય થઈ છે. પાકિસ્તાન, ન્યુ ઝીલૅન્ડ અને આયરલૅન્ડની ટીમ T20 રૅન્કિંગના આધારે ક્વૉલિફાય થઈ છે; જ્યારે અન્ય ૭ ટીમ સુપર-એઇટમાં પહોંચીને ક્વૉલિફાય થઈ છે. આ વખતની જેમ 2026માં પણ ૨૦ ટીમ વર્લ્ડ કપ રમશે. બાકીની ૮ ટીમ પ્રાદેશિક ક્વૉલિફાયર દ્વારા ટુર્નામેન્ટમાં એન્ટ્રી કરશે.
2026ના T20 વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયેલી ટીમ : ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, બંગલાદેશ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, આયરલૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાન.