સુરેશ રૈનાએ પોતાની વર્લ્ડ બેસ્ટ ઇલેવનમાં રોહિત, કોહલી અને ધોનીને સ્થાન ન આપ્યું

21 July, 2025 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની શાનદાર ફીલ્ડિંગ માટે જાણીતા સુરેશ રૈનાએ આ ટીમમાં વેસ્ટ ઇન્ડીઝના ત્રણ, ઇંગ્લૅન્ડના બે જ્યારે ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનના એક-એક પ્લેયરને સ્થાન આપ્યું છે.

સુરેશ રૈના

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ હાલમાં પોતાની ઑલટાઇમ વર્લ્ડ બેસ્ટ ઇલેવન જાહેર કરી હતી; પણ આ ટીમમાં તેણે ભારતના સ્ટાર કૅપ્ટન્સ મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માને સામેલ કર્યા નહોતા. તેણે એક ઇમ્પૅક્ટ પ્લેયર અને ૧૧ મુખ્ય પ્લેયર્સનું જે લિસ્ટ આપ્યું છે એમાં ચાર ભારતીય પ્લેયર્સને સ્થાન મળ્યું હતું. પોતાની શાનદાર ફીલ્ડિંગ માટે જાણીતા સુરેશ રૈનાએ આ ટીમમાં વેસ્ટ ઇન્ડીઝના ત્રણ, ઇંગ્લૅન્ડના બે જ્યારે ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનના એક-એક પ્લેયરને સ્થાન આપ્યું છે. 

સુરેશ રૈનાની વર્લ્ડ પ્લેઇંગ ઇલેવન: બ્રાયન લારા (વેસ્ટ ઇન્ડીઝ), સચિન તેન્ડુલકર (ભારત), વિવ રિચર્ડ્સ (વેસ્ટ ઇન્ડીઝ), ગૅરી સોબર્સ (વેસ્ટ ઇન્ડીઝ), યુવરાજ સિંહ (ભારત), ઇયાન બોથમ (ઇંગ્લૅન્ડ), ઍન્ડ્રુ ફ્લિન્ટોફ (ઇંગ્લૅન્ડ), શેન વૉર્ન (ઑસ્ટ્રેલિયા), હરભજન સિંહ (ભારત), અનિલ કુંબળે (ભારત), સકલૈન મુશ્તાક (પાકિસ્તાન) અને પૉલ ઍડમ્સ (ઇમ્પૅક્ટ પ્લેયર) (સાઉથ આફ્રિકા).

suresh raina mahendra singh dhoni virat kohli rohit sharma sachin tendulkar cricket news indian cricket team sports sports news