મહિલાઓની આઇપીએલ ૬ ટીમ સાથે રમાડો : સ્મૃતિ મંધાના

19 August, 2021 01:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૫ વર્ષની સ્ટાઇલિશે યુટ્યુબ ચૅનલ પર એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું

સ્મૃતિ મંધાના

મહિલાઓની આઇપીએલને ૬ ટીમ સાથે રમાડવી જોઈએ એવું ભારતની સ્ટાર ઓપનર ખેલાડી સ્મૃતિ મંધાના માને છે. તેને લાગે છે કે જેવી રીતે આઇપીએલની શરૂઆત બાદ ભારતના ડોમેસ્કિટ ક્રિકેટમાં રમતનો ખૂબ સુધારો થયો છે અને મજબૂત બેન્ચ સ્ટ્રેન્ગ્થ છે અને બે-બે ટીમ નૅશનલ લેવલ પર મોકલી શકે છે. જો મહિલા આઇપીએલનો વિસ્તાર કરવામાં આવ્યો તો એમાં પણ એવું થઈ જશે.

૨૫ વર્ષની સ્ટાઇલિશે યુટ્યુબ ચૅનલ પર એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે મને લાગે છે કે આપણે પાંચ કે છ ટીમ સાથે યોગ્ય શરૂઆત કરી શકીએ છીએ અને પછી એકાદબે વર્ષ બાદ એને આઠ ટીમ કરી શકીએ છીએ. હું ચાર વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયાની લીગ બિગ બૅશમાં રમી હતી, પણ ત્યારની અને અત્યારની ક્વૉલિટી બદલાઈ ગઈ છે. એને લીધે તેમની મહિલા ટીમનું સ્ટાર્ન્ડડ પણ જોઈ શકો છે અને તેમની પાસે આજે ગમે ત્યારે ૪૦-૫૦ ખેલાડીઓ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા માટે તૈયાર જ હોય છે. હું પણ ઇચ્છું છું કે આવું ભારતમાં પણ થાય. મને લાગે છે કે આ માટે આઇપીએલ મોટો રોલ ભજવી શકે છે.’

sports sports news cricket news indian womens cricket team indian premier league