સ્મિથે IPLના બીજા તબક્કામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું

05 July, 2021 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી દિલ્હીના કુલ ૯ ખેલાડીઓએ પહેલાંથી જ આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જોકે ૧૯ સપ્ટેમ્બરથી લીગના બીજા ચરણની શરૂઆત થઈ શકે છે.

દિલ્હીની ચિંતામાં વધારો, સ્મિથે આઇપીએલના બીજા તબક્કામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું

આઇપીએલના બીજા ચરણમાં દિલ્હી કૅપિટલ્સ ટીમને એક પછી એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. ટીમના સિનિયર ખેલાડી ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે આઇપીએલમાં ન રમવાની જાહેરાત કરી દીધી છે. સ્મિથને કોણીમાં ઈજા છે અને ઑસ્ટ્રેલિયાના પોતાના વ્યસ્ત માળખાને ધ્યાનમાં રાખતાં તેણે આરામ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી દિલ્હીના કુલ ૯ ખેલાડીઓએ પહેલાંથી જ આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જોકે ૧૯ સપ્ટેમ્બરથી લીગના બીજા ચરણની શરૂઆત થઈ શકે છે.
ઑસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને ઑક્ટોબરમાં યુએઈમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં રમવા માટે પણ તે હજી નિશ્ચિત નથી. સ્મિથે કહ્યું કે ‘હું પહેલા ફેઝમાં પણ કન્ફ્યુઝ હતો. જ્યારે પણ હું બૅટિંગ કરવા જતો હતો ત્યારે મારે દવા લેવી પડતી હતી. એક સમયે મને લાગ્યું હતું કે હું સાજો થઈ રહ્યો છું, પરંતુ હવે તબિયત ફરી ખરાબ થઈ છે. આઇપીએલ ૨૦૨૧ને કોરોના મહામારીમાં વધતા જતા કેસને કારણે ૪ મેએ સસ્પેન્ડ કરવામાં આવી હતી. જોકે ત્યારે લીગમાં ૨૯ મૅચ રમાઈ હતી. હવે આ લીગની બાકી રહેલી ૩૧ મૅચ યુએઈમાં રમાશે.

indian premier league ipl 2021 sports news sports cricket news