03 June, 2025 10:12 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર, શશાંક સિંહ
મુંબઈ ઇન્ડિયન્સ સામે ક્વૉલિફાયર-ટૂ મૅચ જીત્યા બાદ પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર મેદાન પર અન્ય પ્લેયર્સને મળતા સમયે સાથી પ્લેયર શશાંક સિંહ પણ બરાબર અકળાયો હતો. તેને જાહેરમાં હાથ બતાવીને અપશબ્દો બોલતા ઐયરનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
મૅચ દરમ્યાન ૧૬મી ઓવરમાં જ્યારે ઐયરની નેહલ વઢેરા સાથેની ચોથી વિકેટની ૮૪ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી તૂટી ત્યારે શશાંક છઠ્ઠા ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો, પરંતુ ૧૭મી ઓવરમાં નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર રન માટે ધીમી દોડ લગાવતાં શશાંક કૅપ્ટન હાર્દિક પંડ્યાના હાથે રનઆઉટ થયો હતો. શશાંક સિંહ (ત્રણ બૉલમાં બે રન)ની વિકેટ ૧૬૯ રનના સ્કોર પર પડી હતી, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી. આ આળસને કારણે ઐયરે તેને જાહેરમાં ખખડાવ્યો હતો.