ઇન્ડિયા લેજન્ડ્સ ચૅમ્પિયન બનતાં સારા તેન્ડુલકર થઈ ખુશખુશાલ

23 March, 2021 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયા લેજન્ડ્સે શ્રીલંકા લેજન્ડ્સને ૧૪ રને મહાત આપી હતી

સારાએ પોસ્ટ કરેલી સ્ટોરી

રવિવારે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઇનલમાં ઇન્ડિયા લેજન્ડ્સે શ્રીલંકા લેજન્ડ્સને ૧૪ રને મહાત આપી હતી. સચિન તેન્ડુલકરના નેતૃત્વવાળી ઇન્ડિયા લેજન્ડ્સે આ ટુર્નામેન્ટ જીતી લેતાં તેની દીકરી સારા તેન્ડુલકર ખુશખુશાલ થઈ ગઈ હતી અને તેણે એક ઇન્સ્ટાગ્રામ-સ્ટોરી દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે શૅર કરેલી સ્ટોરીમાં મૅચ જીતવાની ખુશી વ્યક્ત કરતો સચિન તેન્ડુલકર જોવા મળે છે જેની સાથે સારાએ ‘યેય’ પણ લખ્યું હતું. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે બ્લુ રંગનાં ત્રણ હાર્ટ પણ મૂક્યાં હતાં.

sports sports news cricket news india sachin tendulkar Sara Tendulkar