૪૧ વર્ષનો કિવી બૅટર રૉસ ટેલર નિવૃત્તિમાંથી બહાર આવીને સમોઆ માટે રમશે

06 September, 2025 02:38 PM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ સ્પિનર એવો ભારતીય મૂળનો તરુણ નેથુલા સમોઆ ટીમનો હેડ કોચ બન્યો છે. તેના આહવાનને અનુસરીને રૉસ ટેલર નિવૃત્તિમાંથી બહાર આવ્યો છે.

રૉસ ટેલર

ન્યુ ઝીલૅન્ડ માટે હાઇએસ્ટ ૪૫૦ મૅચ રમનાર રૉસ ટેલરે ઇન્ટરનૅશનલ ક્રિકેટના રિટાયરમેન્ટમાંથી યુ-ટર્ન લીધો છે, પરંતુ આ વખતે તે ન્યુ ઝીલૅન્ડ નહીં પણ સમોઆ નામના દેશની ટીમ માટે રમતો જોવા મળશે. તે આગામી મહિનામાં T20 વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટમાં પોતાની નવી ટીમ માટે રમશે. સમોઆમાં રૉસ ટેલરની મમ્મીનો જન્મ થયો હતો.

ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ સ્પિનર એવો ભારતીય મૂળનો તરુણ નેથુલા સમોઆ ટીમનો હેડ કોચ બન્યો છે. તેના આહવાનને અનુસરીને રૉસ ટેલર નિવૃત્તિમાંથી બહાર આવ્યો છે.  ૧૧૨ ટેસ્ટ, ૨૩૬ વન-ડે અને ૧૦૨ T20માં ૧૮,૧૯૯ રન ફટકારીને રૉસ કિવી ટીમ માટે બીજો સૌથી વધુ રન ફટકારનારો બૅટર છે. તેણે ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

હું યુવા પ્લેયર નથી, પણ મને ખાતરી છે કે હું હજી પણ બાઉન્ડરીની આસપાસ દોડવા માટે પૂરતો ફિટ છું. - ૪૧ વર્ષનો  ક્રિકેટર રૉસ ટેલર

new zealand t20 world cup t20 cricket news sports news sports international cricket council world cup