26 July, 2025 06:41 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઇન્જર્ડ રિષભ પંતને મેદાનની અંદર આવતાં અને બહાર જતાં બે વાર સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું.
પહેલા દિવસે ૪૮ બૉલમાં ૩૭ રનની ઇનિંગ્સ રમ્યા બાદ રિષભ પંત રિટાયર્ડ-હર્ટ થયો હતો, પરંતુ બીજા દિવસે જ્યારે તે ઇન્જરી સાથે મેદાન પર બૅટિંગ માટે ઊતર્યો ત્યારે મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમમાં તેને ફૅન્સ તરફથી સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું. તે ફિફ્ટી ફટકારીને આઉટ થયો ત્યાર બાદ પણ તેને આવો જ પ્રતિભાવ ફૅન્સ તરફથી મળ્યો હતો. સચિન તેન્ડુલકર જેવા ક્રિકેટજગતના નિષ્ણાતોએ પણ તેની યોદ્ધા જેવી ભાવનાની પ્રશંસા કરી હતી.
સચિને સોશ્યલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું, ‘સ્થિતિસ્થાપકતા એટલે પીડામાંથી રમવું અને એમાંથી સ્વસ્થ થવું. ઇન્જરી છતાં રમતમાં વાપસી અને ખૂબ સારું પ્રદર્શન કરીને જબરદસ્ત જુસ્સો દર્શાવ્યો. તેની ફિફ્ટીએ તેના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે જરૂરી ધૈર્ય અને નિશ્ચયની એક મહાન યાદ અપાવે છે. એક હિંમતવાન પ્રયાસ અને એ લાંબા સમય સુધી યાદ રહેશે. શાબાશ રિષભ.’
|
પંતનું પ્રદર્શન |
|
|
રન |
૫૪ |
|
બૉલ |
૭૫ |
|
ફોર |
૩ |
|
સિક્સ |
૨ |
|
સ્ટ્રાઇક-રેટ |
૭૨ |
પગમાં ફ્રૅક્ચરને કારણે ૬ અઠવાડિયાં માટે ક્રિકેટથી દૂર થઈ શકે છે રિષભ પંત
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ વિકેટકીપર રિષભ પંતની ઇન્જરી પર મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે. મૅન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે ક્રિસ વૉક્સની ઓવરમાં રિષભ પંતના જમણા પગમાં બૉલ વાગતાં તે રિટાયર્ડ-હર્ટ થયો હતો. BCCIએ જાહેરાત કરી છે કે ટીમની જરૂરિયાત અનુસાર તે આ ટેસ્ટમાં બૅટિંગ માટે હાજર રહેશે. જ્યારે ધ્રુવ જુરેલ લૉર્ડ્સ ટેસ્ટ-મૅચની જેમ આ મૅચમાં પણ રિષભ પંતના સ્થાને વિકેટકીપરની ભૂમિકા ભજવશે. મૅન્ચેસ્ટર ટેસ્ટના બીજા દિવસે ફ્રૅક્ચર પગ સાથે રિષભ પંત મોડેથી સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ઇન્જરી છતાં બૅટિંગ કરી હતી. તે એક રક્ષણાત્મક ઑર્થોપેડિક બૂટ પહેરીને બૅટિંગ કરવા આવ્યો હતો. અહેવાલ અનુસાર આ ફ્રૅક્ચરને કારણે તેને ૬ અઠવાડિયાં માટે આરામની જરૂર પડી શકે છે.