કોહલી, તું આઇપીએલમાંથી નીકળી જા : રવિ શાસ્ત્રી

28 April, 2022 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય હેડ-કોચ રવિ શાસ્ત્રીએ તેને નવેસરથી આપેલી ઍડ્વાઇઝમાં કહ્યું છે

વિરાટ કોહલી

વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય કારકિર્દી હજી છથી સાત વર્ષ લંબાવવી હોય તો તેણે થોડો સમય ક્રિકેટમાંથી બ્રેક લઈ લેવો જોઈએ, એવી થોડા દિવસ પહેલાં સલાહ આપનાર ભૂતપૂર્વ ભારતીય હેડ-કોચ રવિ શાસ્ત્રીએ તેને નવેસરથી આપેલી ઍડ્વાઇઝમાં કહ્યું છે કે ‘તારે જો કરીઅર લંબાવવી હોય તો આઇપીએલમાંથી બહાર આવી જવું જોઈએ. તું ઘણા સમયથી નૉન-સ્ટૉપ રમ્યો છે અને તમામ ફૉર્મેટની ટીમનું સુકાન પણ સંભાળ્યું છે. ક્યારેક જિંદગીમાં સમતુલા રાખવા પર પણ ધ્યાન આપવું જોઈએ. તારે એક બ્રેક લઈ જ લેવો જોઈએ.’

ઉપરાઉપરી બે મૅચમાં ગોલ્ડન ડક (પહેલા જ બૉલમાં આઉટ)નો શિકાર થયેલો કોહલી મંગળવારે રાજસ્થાન સામે માત્ર ૯ રન બનાવી શક્યો હતો. ૯ મૅચમાં તે ફક્ત ૧૬.૦૦ની સરેરાશે કુલ ૧૨૮ રન બનાવી શક્યો છે. શાસ્ત્રીએ કોહલીને ૨૦૨૨ની આઇપીએલની બહાર આવી જવાની સલાહ આપી હોવાનું મનાય છે.

sports sports news cricket news indian premier league ipl 2022 royal challengers bangalore virat kohli ravi shastri