✕

પાંચ વર્ષ પહેલાં અંતિમ મૅચ રમનાર પૂનમ રાઉતે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

17 October, 2026 06:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂનમ રાઉતે ગુરુવારે મોડી રાતે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જમણા હાથે બૅટિંગ કરતી મુંબઈની પૂનમ રાઉતે ૨૦૦૯માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને ભારત માટે છેલ્લે ઑક્ટોબર ૨૦૨૧માં રમી હતી.

પૂનમ રાઉતે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

પૂનમ રાઉતે ગુરુવારે મોડી રાતે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જમણા હાથે બૅટિંગ કરતી મુંબઈની પૂનમ રાઉતે ૨૦૦૯માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને ભારત માટે છેલ્લે ઑક્ટોબર ૨૦૨૧માં રમી હતી.

૩૭મી વર્ષગાંઠના એક દિવસ પછી આ નિર્ણય જાહેર કરનાર પૂનમ રાઉતે ભારત માટે ૭૩ વન-ડે મૅચોમાં ૨૨૯૯ રન, ૩૫ T20 મૅચોમાં ૭૧૯ રન અને ચાર ટેસ્ટ-મૅચોમાં ૨૬૪ રન બનાવ્યા હતા. તેણે વન-ડે મૅચોમાં ત્રણ અને ટેસ્ટ-ક્રિકેટમાં એક સદી ફટકારી હતી.

૨૦૧૭ના મહિલા વર્લ્ડ કપમાં ભારતની ફાઇનલ સુધીની સફર દરમ્યાન પૂનમ રાઉતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે એ ટુર્નામેન્ટમાં કુલ ૩૮૧ રન બનાવ્યા હતા જેમાં લૉર્ડ્‍સના મેદાન પર ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલમાં રમેલી ૮૬ રનની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે. એ જ ટુર્નામેન્ટમાં તેણે આયરલૅન્ડ સામે ૧૦૯ રન બનાવ્યા હતા અને દીપ્તિ શર્મા સાથે મળીને ૩૨૦ રનની રેકૉર્ડ ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.

પૂનમ રાઉતે રિટાયરમેન્ટ પોસ્ટમાં લખ્યું, ‘મુંબઈની ગલીઓથી લઈને ભારતીય જર્સી પહેરવા સુધીની આ સફર કોઈ આશીર્વાદથી ઓછી નથી. આ સફર ત્યાગ, સંઘર્ષ, અવિસ્મરણીય જીત, કઠિન પાઠ અને એવી ક્ષણોથી ભરેલી રહી છે જેને હું જીવનભર યાદ રાખીશ. ક્રિકેટે મને માત્ર એક કારકિર્દી જ નથી આપી; એક ઉદ્દેશ્ય, એક ઓળખ અને એક પરિવાર પણ આપ્યો છે.’

વિમેન્સ ટીમ ઇન્ડિયાએ પહેલી જ વખત ૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી, છતાં પહેલી T20 મૅચ જીતી 

ઝિમ્બાબ્વેએ ૬૭ ડૉટ બૉલ રમીને ૧૧૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો, ટીમ ઇન્ડિયાએ ૧૯ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા પછી ૧૫.૪ ઓવરમાં ચેઝ કર્યો

ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચેની ક્રિકેટ-ઇતિહાસની પહેલવહેલી દ્વિપક્ષીય સિરીઝની રસપ્રદ શરૂઆત થઈ હતી. રાયપુરમાં રમાયેલી પહેલવહેલી ઇન્ટરનૅશનલ વિમેન્સ મૅચમાં નવી રેગ્યુલર કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ટૉસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ઝિમ્બાબ્વેએ ૨૦ ઓવરમાં ૬૭ ડૉટ બૉલ રમીને ૧૧૪-૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમે ૧૫.૪ ઓવરમાં ૧૧૬-૬નો સ્કોર કરીને ૪ વિકેટની જીત સાથે ત્રણ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી હતી.

 રન-ચેઝ સમયે ભારતે ૩.૧ ઓવરમાં ૧૯ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી. કોઈ T20 મૅચની પહેલી ચાર ઓવરમાં ભારતની મહિલા ટીમે પહેલી વખત ૪ વિકેટ ગુમાવી હતી. સ્મૃતિ માન્ધના ૬ બૉલમાં ૯ રન, અનુષ્કા શર્મા ૩ બૉલમાં ૪ રન, હરમનપ્રીત કૌર ૪ બૉલમાં ૧ રન અને વાઇસ-કૅપ્ટન શફાલી વર્મા બે બૉલમાં ૪ રન કરીને કૅચઆઉટ થઈ હતી.
ભારત માટે પહેલી વખત રમનાર અન્ડર-19 વર્લ્ડ કપ 2025ની વિજેતા કૅપ્ટન નિકી પ્રસાદે ૩૫ બૉલમાં ૬ ફોરની મદદથી ૩૯ રન અને દીપ્તિ શર્માએ ૩૭ બૉલમાં ૮ ફોરની મદદથી ૪૯ રન કર્યા હતા. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે ૬૩ બૉલમાં ૮૨ રનની ભાગીદારી થઈ હતી.

સ્પોર્ટ્‍સ મિનિસ્ટ્રીએ ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટો માટેની સહાય બે કરોડથી વધારીને ૫૦ કરોડ રૂપિયા સુધી કરી

સ્પોર્ટ્‍સ મિનિસ્ટ્રીએ ભારતમાં ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટનું આયોજન કરતી રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓ માટેની નાણાકીય સહાયમાં મોટો સુધારો કર્યો છે. નાણાકીય સહાય બે કરોડથી વધારીને ૫૦ કરોડ રૂપિયા સુધી કરવામાં આવી છે. આ ભંડોળનો ઉપયોગ રમતગમતનાં સાધનો, ટાઇમિંગ, સ્કોરિંગ અને રિઝલ્ટ સેવાઓ, ટેક્નિકલ અધિકારીઓના મહેનતાણા અને કાર્યક્રમની તકનીકી કામગીરી માટે કરવામાં આવશે.આ યોજનામાં મહત્ત્વપૂર્ણ સ્પર્ધાઓ માટે તૈયારી કરી રહેલા ખેલાડીઓને વિશેષ તાલીમ પૂરી પાડવા માટે ‘ઑલિમ્પિક્સ તાલીમ કેન્દ્રો’ સ્થાપવાનો પ્રસ્તાવ પણ સામેલ છે.

poonam raut indian womens cricket team indian cricket team cricket news sports sports news world cup england