27 June, 2025 10:44 AM IST | London | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની ભારતીય જોડીએ હાલમાં વિકેટકીપર-બૅટર ઈશાન કિશન સાથેના કેટલાક ફોટો શૅર કર્યા
ભારતીય ઑલરાઉન્ડર્સ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની ભારતીય જોડીએ હાલમાં વિકેટકીપર-બૅટર ઈશાન કિશન સાથેના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તેઓ મજાક-મસ્તી સાથે હળવા અને સ્ટાઇલિશ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સોશ્યલ મીડિયા પોસ્ટ પર તેમણે કોઈ ચોક્કસ સ્થાનનો ઉલ્લેખ નથી કર્યો, પરતું ઈશાન ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હોવાથી અને બૅકગ્રાઉન્ડનાં દૃશ્યોને આધારે પંડ્યા બ્રધર્સ પણ ઇંગ્લૅન્ડમાં વેકેશન એન્જૉય કરવા ગયા હોય એવા અહેવાલ આવી રહ્યા છે.