આઇપીએલમાં રમવા માટે પાકિસ્તાનનો આમિર પ્લાન બનાવી રહ્યો છે

14 May, 2021 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૯ વર્ષની ઉંમરે મૅનેજમેન્ટથી નારાજ થઈને રિટાયરમેન્ટ લેનાર પેસ બોલર હવે બ્રિટિશ નાગરિત્વ મેળવીને ભારતીય લીગમાં રમવા છે ઉત્સુક વિશ્વની સૌથી બેસ્ટ ક્રિકેટ લીગ આઇપીએલમાં રમવાનું દરેક ક્રિકેટરનું સપનું હોય છે.

મોહમ્મદ આમિર

૨૯ વર્ષની ઉંમરે મૅનેજમેન્ટથી નારાજ થઈને રિટાયરમેન્ટ લેનાર પેસ બોલર હવે બ્રિટિશ નાગરિત્વ મેળવીને ભારતીય લીગમાં રમવા છે ઉત્સુક વિશ્વની સૌથી બેસ્ટ ક્રિકેટ લીગ આઇપીએલમાં રમવાનું દરેક ક્રિકેટરનું સપનું હોય છે. એક સમયે દરેક ક્રિકેટરો નૅશનલ ટીમમાં પ્રવેશવા માટે પ્રાર્થના કરતા હતા, પણ હવે એ જ પ્રાર્થના આઇપીએલ માટે જોવા મળી રહી છે. આઇપીએલમાં રમવા માટે અમુક તો તેમનો દેશ છોડીને બીજા દેશનું નાગરિત્વ લેવા પણ તૈયાર હોવાનું જોવા મળ્યું છે અને ફરી ટૂંક સમયમાં જોવા મળી શકે છે. 

પાકિસ્તાનનો ભૂતપૂર્વ પેસ બોલર મોહમ્મદ આમિર આઇપીએલમાં રમવા માટે બ્રિટિશનું નાગરિત્વ લેવાનો પ્લાન બનાવી રહ્યો છે. પાકિસ્તાનના ખેલાડીઓને આઇપીએલમાં રમવાની છૂટ ન હોવાથી તેણે આ પ્લાન બનાવ્યો છે. 

આમિર ટીનેજરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં શાનદાર એન્ટ્રી સાથે છવાઈ ગયા બાદ સ્પૉટ ફિક્સિંગમાં ફસાઈને બદનામ થયો હતો અને તેણે પાંચેક વર્ષના બૅનની સજા ભોગવી હતી. બૅન બાદ ફરી સફળ કમબૅક કર્યું હતું, પણ અમુક કારણસર મૅનેજમેન્ટથી નારાજ થઈને થોડા સમય પહેલાં માત્ર ૨૯ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે રિટાયરમેન્ટ બાદ તે દુનિયાભરની લીગમાં રમતો રહ્યો હતો અને હવે તેને આઇપીએલમાં રમવાના અભરખા જાગ્યા છે. 

હજી છતી સાત વર્ષ રમવું છે
આમિરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મને અત્યારે અનિશ્ચિત સમય સુધી બ્રિટનમાં રહેવાની પરમિશન મળી છે. હું અત્યારે ક્રિકેટ ખૂબ મજાથી માણી રહ્યો છું અને હજી છથી સાત વર્ષ સુધી રમતા રહેવાનો મારો ઇરાદો છે. મારાં બાળકો ઇંગ્લૅન્ડમાં જ મોટાં થઈ રહ્યાં છે અને ભણી રહ્યાં છે એટલે એ બાબતે મને કોઈ શંકા નથી કે મારો હવે વધારેમાં વધારે સમય બ્રિટનમાં જ જવાનો છે. હું આઇપીએલ સહિત અલગ-અલગ સંભાવના વિશે પણ વિચારી રહ્યો છું અને મને બ્રિટિશ નાગરિત્વ મળી જાય એ પછી શું થઈ શકે છે એ પણ જોઈશ.’
અઝહર મેહમૂદે એમ જ કર્યું હતું આમિરને આઇપીએલમાં એન્ટ્રી માટેના પ્લાનની પ્રેરણા તેના જ દેશના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અઝહર મેહમૂદ પાસેથી મળી હોઈ શકે છે. પાકિસ્તાન સાથેના સંબંધો વણસતાં ભારતે બીજી સીઝનથી આઇપીએલમાં પાકિસ્તાનના ખેલાડીઓને બૅન કરી દીધા હતા, પણ અઝહર મેહમૂદે ૨૦૧૨ની સીઝનમાં બ્રિટિશ નાગરિક તરીકે પ્રવેશ કર્યો હતો. ત્યારે પંજાબ ટીમે તેને તેની બેઝ પ્રાઇસ કરતાં ડબલ રકમમાં ખરીદ્યો હતો. એ પછી ૨૦૧૫માં કલકત્તાએ તેને ૫૦ લાખમાં ટીમમાં સામેલ કર્યો હતો.

cricket news sports news sports ipl 2021 indian premier league mohammad amir pakistan