વૅક્સિન લીધી હશે તો જ માણવા મળશે આઇપીએલ

01 June, 2021 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુએઈના નિયમ પ્રમાણે જે ફૅન્સે કોરોના વાઇરસની વૅક્સિન લઈ લીધી છે તેઓ સ્ટેડિયમમાં જઈને આઇપીએલની મજા માણી શકશે.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

ચર્ચા પ્રમાણે આ વખતે આઇપીએલ ખાલીખમ સ્ટેડિયમમાં નહીં રમાય. ગયા વખતે આખી સીઝન યુએઈમાં રમાઈ હતી, પણ પ્રેક્ષકો વગર. જોકે આ વખતે ૧૪મી સીઝનની બાકી ૩૧ મૅચો યુએઈમાં યોજવાનું નક્કી થયું છે, પણ આ વખતે અમુક શરતો સાથે પ્રેક્ષકોને પણ પ્રવેશ મળશે. ચર્ચા પ્રમાણે સ્ટેડિયમની કૅપેસિટીના ૫૦ ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે. 

એક ક્રિકેટ વેબસાઇટના અહેવાલ પ્રમાણે યુએઈ ક્રિકેટ બોર્ડના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે યુએઈમાં આ વખતે આઇપીએલ પ્રેક્ષકો સાથે યોજાઈ શકે છે. સ્ટેડિયમમાં ૫૦ ટકા પ્રેક્ષકોને પ્રવેશ માટેની મંજૂરી મળવાની શક્યતા છે. ક્રિકેટ બાર્ડને પણ આ બાબતે કોઈ વાંધો નહીં હોય. યુએઈના નિયમ પ્રમાણે જે ફૅન્સે કોરોના વાઇરસની વૅક્સિન લઈ લીધી છે તેઓ સ્ટેડિયમમાં જઈને આઇપીએલની મજા માણી શકશે.

ipl 2021 indian premier league cricket news sports news sports dubai united arab emirates