ન્યૂઝ શોર્ટમાં: એક ક્લિકમાં જાણો સ્પોર્ટ્સ સંબંધિત તમામ સમાચાર

06 May, 2021 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસીસી ટેસ્ટ રૅન્કિંગ્સમાં બૅટ્સમૅનમાં વિરાટ કોહલીએ ૮૧૪ રેટિંગ પૉઇન્ટ સાથે પાંચમું સ્થાન જાળવી રાખ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

ટેસ્ટ રૅન્કિંગ્સમાં વિરાટે તેનું પાંચમું સ્થાન જાળવી રાખ્યું
આઇસીસી ટેસ્ટ રૅન્કિંગ્સમાં બૅટ્સમૅનમાં વિરાટ કોહલીએ ૮૧૪ રેટિંગ પૉઇન્ટ સાથે પાંચમું સ્થાન જાળવી રાખ્યું હતું. આ યાદીમાં ૯૧૯ રૅટિંગ પૉઇન્ટ સાથે ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન કેન વિલિયમસન પ્રથમ, ઑસ્ટ્રેલિયાનો સ્ટીવન સ્મિથ (૮૯૧) બીજા, માર્નસ લબુશેન (૮૭૮) ત્રીજા અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જૉ રૂટ (૮૩૧) ચોથા નંબરે છે. બંગલા દેશ સામેની સિરીઝમાં અફલાતૂન પર્ફોર્મન્સ સાથે શ્રીલંકન કૅપ્ટન દિમુથ કરુણારત્ને ૧૧મા સ્થાને પહોંચી ગયો છે.

ભૂતપૂર્વ હૉકી કોચ એમ. કે. કૌશિક કોરાનાગ્રસ્ત
ભારતના ભૂતપૂર્વ હૉકી ખેલાડી અને કોચ એમ. કે. કૌશિકનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૬૬ વર્ષના અને ૧૯૮૦ના મૉસ્કો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિનિંગ હૉકી ટીમના મેમ્બર કૌશિકનું ઑક્સિજન-લેવલ ખૂબ ઉપર-નીચે થઈ રહ્યું હોવાનું તેમના ફૅમિલી-મેમ્બરે જણાવ્યું હતું. તેમનાં પત્નીને પણ કોરોના થયો છે અને એ જ હૉસ્પિટલમાં તેઓ ઍડ્‍મિટ છે. 

ભૂતપૂર્વ ટૉપ રૅન્ક ડબલ મહિલા ટેનિસ ખેલાડી સ્ટ્રાયકોવા રિટાયર
ભૂતપૂર્વ ટૉપ-રૅન્ક ડબલ ટેનિસ ખેલાડી અને વિમ્બલ્ડનમાં સિંગલ્સમાં સેમી ફાઇનલ સુધી પહોંચનાર બારબોવા સ્ટ્રાઇકોવાએ રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. ૩૫ વર્ષના સ્ટ્રાઇકોવાએ થોડા સમય પહેલાં પ્રેગ્નન્ટ હોવાની જાહેરાત કરી હતી. તે સપ્ટેમ્બરમાં તેના પ્રથમ સંતાનને જન્મ આપવાની છે. સ્ટ્રાઇકોવા કરીઅરમાં ડબ્લ્યુટીએના ત્રણ સિંગલ્સ અને ૩૧ ડબલ્સ ટાઇટલ્સ જીતી હતી. ૨૦૧૯ તેને માટે બેસ્ટ વર્ષ હતું, જ્યારે તે વિમ્બલ્ડનમાં ડબલ્સમાં ચૅમ્પિયન બનીને વર્લ્ડ નંબર વન ખેલાડી બની હતી. ૨૦૧૬માં રિયો ઑલિમ્પિક્સમાં તે ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. 

cricket news sports sports news ipl 2021 indian premier league