પાકિસ્તાન પછી ન્યુ ઝીલૅન્ડે વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી હવે વધુ આસાન બનાવી

23 August, 2022 01:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બાબરની ટીમની નેધરલૅન્ડ્સ સામે ૩-૦થી ક્લીન સ્વીપ : કિવીઓનો વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૧થી વિજય

ન્યુ ઝીલૅન્ડની વિજેતા ટીમ

પાકિસ્તાને રવિવારે રૉટરડૅમમાં નેધરલૅન્ડ્સ સામે અને ન્યુ ઝીલૅન્ડે એ જ દિવસે બ્રિજટાઉનમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણીમાં વિજય મેળવી આવતા વર્ષે ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મેળવવાનું વધુ આસાન બનાવી લીધું છે. એ જ પ્રમાણે બન્ને પરાજિત ટીમોએ ક્વૉલિફાય થવું પડે એવા સંજોગો છે.

પાકિસ્તાનની વિજેતા ટીમકપ

પાકિસ્તાને નેધરલૅન્ડ્સ સામેની વન-ડે શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી. રવિવારની છેલ્લી મૅચમાં પાકિસ્તાને કૅપ્ટન બાબર આઝમના ૯૧ રનની મદદથી ૨૦૬ રન બનાવ્યા બાદ નેધરલૅન્ડ્સ ૪૯.૨ ઓવરમાં ૧૯૭ રને ઑલઆઉટ થઈ ગયું હતું. ફાસ્ટ બોલર્સ નસીમ શાહે પાંચ અને મોહમ્મદ વસીમે ચાર વિકેટ લીધી હતી.

ન્યુ ઝીલૅન્ડે રવિવારે વેસ્ટ ઇન્ડીઝને નિર્ણાયક વન-ડેમાં લેથમના ૬૯ રન, મિચલના ૬૩ રન, ગપ્ટિલના ૫૭ રન અને કૉન્વેના ૫૬ રનની મદદથી ૩૦૨ રનના લક્ષ્યાંક સામે ૪૭.૧ ઓવરમાં પાંચ વિકેટે ૩૦૭ રન બનાવ્યા હતા. એ પહેલાં કૅરિબિયન ટીમ વતી ઓપનર કાઇલ માયર્સે ફટકારેલી સદી (૧૦૫) અને કૅપ્ટન નિકોલસ પૂરને પંચાવન બૉલમાં ૯ સિક્સર, ૪ ફોરની મદદથી બનાવેલા ૯૧ રન પાણીમાં ગયા હતા.

sports news sports indian cricket team world cup pakistan new zealand kane williamson