26 June, 2025 10:32 AM IST | London | Gujarati Mid-day Correspondent
નાસિર હુસેન
ચેન્નઈમાં જન્મેલા ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ વિશે મોટું નિવેદન આપ્યું છે. ૫૭ વર્ષના આ કૉમેન્ટેટરે કહ્યું છે કે તેનામાં મેદાન પર રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવો પ્રભાવ નહોતો. સક્રિય રહેવાને બદલે તે પ્રતિક્રિયા જ આપી રહ્યો હતો. જ્યારે રોહિત અને કોહલી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે તમે તેમને જોઈને સમજી શકો છો કે કોણ નેતૃત્વ કરી રહ્યું હતું, પરંતુ આ મૅચમાં મને લાગ્યું કે બે કે ત્રણ કૅપ્ટન હતા. એવું લાગ્યું કે કોઈ કમિટી ટીમનું નેતૃત્વ કરી રહી હતી.’