20 April, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઍરપોર્ટ પર લાગ્યાં મુંબઈના પ્લેયર્સનાં સુપરમૅન જેવાં સ્ટૅચ્યુ
અનુભવી ક્રિકેટર્સ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ વર્ષોથી IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે ધમાલ મચાવી રહ્યા છે. તેમણે નવી પેઢીને પોતાની રમતથી મુશ્કેલીઓ સામે ઊભા રહેવાની, ગૌરવનો આનંદ માણવાની અને દરેક રમત સાથે સીમાઓ ઓળંગવાની પ્રેરણા આપી છે. આ પ્લેયર્સના સન્માનમાં હાલમાં તેમની ટીમે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ-ટૂ પાસે તેમનાં સુપરમૅન સ્ટાઇલનાં સ્ટૅચ્યુ મૂક્યાં છે. આ સ્ટૅચ્યુ સાથે #PlayLikeMumbaiનું સ્લોગન પણ મૂકવામાં આવ્યું છે.