૭ને બદલે ૮ નંબરવાળી જર્સીની ધોનીની પોસ્ટને લીધે ચાહકો મૂંઝવણમાં

19 March, 2026 12:43 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ધોની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયેલા આ ૭ નંબરને બદલે ૮ નંબરવાળી જર્સી કેમ એવી ચર્ચા થવા લાગી છે. જોકે આ બાબતે ધોનીએ કે ચેન્નઈ સુપર કિંગ્સે કોઈ ઑફિશ્યલ સ્પષ્ટતા નથી કરી.

૭ને બદલે ૮ નંબરવાળી જર્સીની ધોનીની પોસ્ટને લીધે ચાહકો મૂંઝવણમાં

સોશ્યલ મીડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીએ તેની ખાસ ૭ નંબરવાળી જર્સીને હટાવીને ૮ નંબરવાળી જર્સી મૂકતા વિડિયોને લીધે હંગામો મચી ગયો છે. ધોની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયેલા આ ૭ નંબરને બદલે ૮ નંબરવાળી જર્સી કેમ એવી ચર્ચા થવા લાગી છે. જોકે આ બાબતે ધોનીએ કે ચેન્નઈ સુપર કિંગ્સે કોઈ ઑફિશ્યલ સ્પષ્ટતા નથી કરી. ધોનીએ આ વિડિયો સાથે લખ્યું હતું કે કેટલાક આંકડા તમારી સાથે રહે છે. ૭ એમાંનો એક છે, પણ આજે ૮ તરફ વળી રહ્યો છું. ટૂંક સમયમાં જ તમને ખબર પડશે કે એવું શા માટે.

જોકે આ પોસ્ટમાં ચેન્નઈની પીળા કલરને બદલે બ્લુ કલરની જર્સી હોવાથી ચાહકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ઘણાને આ કોઈ ગિમિક હોવાનું કે કોઈ પ્રમોશનલની જાહેરાત હોવાનું લાગી રહ્યું છે તો કેટલાકને રવીન્દ્ર જાડેજાને ધોની તરફથી અલવિદા મેસેજ પણ હોઈ શકે છે, કેમકે જાડેજા ચેન્નઈમાં હતો ત્યારે તે ૮ નંબરની જર્સી પહેરતો હતો. તે આ સીઝનમાં સંજુ સૅમસનને બદલે ટ્રેડ થઈને રાજસ્થાન રૉયલ્સમાં પહોંચી ગયો છે. રાજસ્થાનની અડધી જર્સી બ્લુ કલરની છે.

ms dhoni mahendra singh dhoni cricket news sports news sports social media chennai ravindra jadeja chennai super kings