માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ કોરોનાની ચપેટમાં

27 March, 2021 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રિકેટરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આપી માહિતી, ઘરના અન્ય સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટીવ

સચિન તેંડુલકર (તસવીર: યોગેન શાહ)

ભારતના પૂર્વ બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં આવી ગયા છે. માસ્ટર બ્લાસ્ટરે રવિવારે સવારે સોશ્ય મીડિયા પોસ્ટ દ્વારા જાણ કરી હતી કે તે કોરોના સંક્રમિત છે અને હોમ આઈસોલેશનમાં છે.

સચિન તેંડુલકરે ટ્વીટ કરતા લખ્યું હતું કે, ‘હું સતત ટેસ્ટ કરાવતો હતો અને જરૂરી સાવચેતી પણ રાખતો હતો કે મને કોવિડ ન થઈ જાય. જોકે, સામાન્ય લક્ષણો સાથે મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.’

માસ્ટ બ્લાસ્ટરે આગળ લખ્યું હતું કે, ‘મેં પોતાને ઘરમાં જ ક્વોરન્ટીન કર્યો છે અને હું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવેલા તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છું. હું બધા હેલ્થ પ્રોફેશનલ્સનો આભાર માનું છું, જેઓ મને અને દેશમાં અન્ય લોકોને સપોર્ટ કરી રહ્યા છે. તમે બધા પણ પોતાનું ધ્યાન રાખજો.’

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અનેક ક્રિકેટર કોરોનાની ચપેટમાં આવી ગયા છે. IPLની સિઝન 13 દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના દિપક ચહર, ઋતુરાજ ગાયકવાડ અને કિંગ્સ ઇલેવન પંજાબના કરુણ નાયરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. તે ઉપરાંત રાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચ દિશાન્ત યાજ્ઞિક પણ સંક્રમિત થયા હતા. પાકિસ્તાનના શાહિદ આફ્રિદી, હેરિસ રોફ અને હૈદર અલી પણ કોરોના પૉઝિટિવ થયા હતા. જ્યારે બાંગ્લાદેશના મશરફે મોર્તઝા અને નઝમુલ ઇસ્લામ પણ સંક્રમિત થયા હતા.

sports sports news cricket news sachin tendulkar coronavirus covid19