05 February, 2025 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર અને સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે T20 ઓપનર સંજુ સૅમસનના પ્રદર્શનની નિંદા કરી છે. ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં સતત પાંચ મૅચમાં એક જ પ્રકારે આઉટ થયેલા સંજુ વિશે વાત કરતાં શ્રીકાંત કહે છે, ‘તે હવે બસ ચૂકી રહ્યો હોય એવું લાગે છે. તે પાંચમી વખત એ જ રીતે આઉટ થયો. તેણે એ જ શૉટ રમ્યો. મને લાગે છે કે તે પોતાનો અહંકાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે - ના, ના, હું આ જ શૉટ રમીશ. તે ક્યાં તો અહંકારની સફરમાં છે અથવા સંઘર્ષ કરી રહ્યો છે. મને ખબર નથી. આ ખૂબ જ ખરાબ છે. હું નિરાશ છું. આપણે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે તેની પસંદગી કેમ ન થઈ એ વિશે વાત કરી. જો તે આ રીતે રમવાનું ચાલુ રાખશે તો કહેવામાં આવશે - આભાર, માફ કરજો, પણ યશસ્વી જાયસવાલ પાછો આવી રહ્યો છે. મારા મતે, આગામી T20 મૅચમાં યશસ્વી આપમેળે આ સ્થાન પર આવી જશે.’