ભારતના વડા પ્રધાન મોદીને શા માટે સાચા ગ્લોબલ હીરો ગણાવ્યા કેવિન પીટરસને?

23 May, 2025 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે વડા પ્રધાન મોદીને ટૅગ કરીને લખ્યું કે ‘સંરક્ષણ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા બદલ આભાર. સંરક્ષણની દુનિયામાં એક સાચા ગ્લોબલ હીરો!’

કેવિન પીટરસન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્ટાર બૅટર અને દિલ્હી કૅપિટલ્સના મેન્ટર કેવિન પીટરસને હાલમાં  ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરમાં પ્રશંસા કરી છે. વાઇલ્ડલાઇફ સંરક્ષણ માટે ઍક્ટિવ રહેનાર પીટરસને સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો જેમાં લખ્યું હતું કે છેલ્લાં ૬૦ વર્ષમાં ભારતમાં ગેંડાઓની વસ્તીમાં ૫૦૦ ટકાનો વધારો થયો છે. તેણે વડા પ્રધાન મોદીને ટૅગ કરીને લખ્યું કે ‘સંરક્ષણ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા બદલ આભાર. સંરક્ષણની દુનિયામાં એક સાચા ગ્લોબલ હીરો!’

પીટરસનની ચૅરિટી સંસ્થા ભારત અને આફ્રિકામાં ત્યજી દેવાયેલા અથવા ઘાયલ ગેંડાઓને બચાવવા અને પુનર્વસન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

england narendra modi wildlife delhi capitals indian premier league IPL 2025 cricket news sports news sports