બે વિકેટ સાથે કમબૅક કરનાર આર્ચરને આઇપીએલમાં રમવું છે

15 May, 2021 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત સામેની સિરીઝ દરમ્યાન ઇન્જર્ડ થતાં ટીમમાંથી આઉટ થઈ ગયેલા ઇંગ્લૅન્ડના પેસ બોલર જોફ્રા આર્ચરે ગુરુવારે કાઉન્ટીમાં બે વિકેટ સાથે કમબૅક કર્યું હતું.

જોફ્રા આર્ચર

ભારત સામેની સિરીઝ દરમ્યાન ઇન્જર્ડ થતાં ટીમમાંથી આઉટ થઈ ગયેલા ઇંગ્લૅન્ડના પેસ બોલર જોફ્રા આર્ચરે ગુરુવારે કાઉન્ટીમાં બે વિકેટ સાથે કમબૅક કર્યું હતું. આર્ચર તેની આંગળી પરની સર્જરી બાદ દોઢ મહિના બાદ મેદાનમાં ઊતર્યો હતો અને ૧૩ ઓવરમાં ૨૯ રન આપીને બે વિકેટ લીધી હતી. બીજી જૂનથી ન્યુ ઝીલૅન્ડ સામે અને ત્યાર બાદ ભારત સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં આર્ચર માટે આ ફિટનેસ-ટેસ્ટ સમાન હતી. આ ઇન્જરીને લીધે જ આર્ચર આઇપીએલમાં નહોતો રમ્યો, પણ હવે કહે છે કે જો આઇપીએલની બાકીની મૅચ રમાશે ત્યારે તે જરૂરથી સામેલ થશે. 

england cricket news sports news sports new zealand