ઇશાંત શર્માએ ટેસ્ટમાં કપિલ દેવને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

02 September, 2019 01:20 PM IST  |  Mumbai

ઇશાંત શર્માએ ટેસ્ટમાં કપિલ દેવને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

ઇશાંત શર્મા

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે. ત્યારે ભારતના આ ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇશાંત શર્માએ ભારતના પુર્વ સુકાની કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે જમૈકામાં રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં આ સિદ્ધી મેળવી હતી અને કપિલ દેવને પાછળ છોડ્યા હતા.

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

ઇશાંત શર્માએ બીજી ટેસ્ટમાં મેળવી અનોખી સિદ્ધી
વેસ્ટ ઇન્ડિઝના જમૈકામાં રમાયેલ શ્રેણીની બીજી ટેસ્ટમાં ઇશાંત શર્માએ આ સિદ્ધી મેળવી હતી. રવિવારે ઇશાંતે કપિલ દેવને પાછળ છોડી દીધા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રવિવારે સબીના પાર્કમાં તેણે આ સિદ્ધિ હાસિલ કરી હતી.

આ પણ જુઓ : ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

એશિયા બહાર ઇશાંતે ટેસ્ટમાં 156 વિકેટ ઝડપી કપિલ દેવને પાછળ છોડ્યો
ભારતીય બોલર ઇશાંત શર્માએ ઈનિંગની
47મી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના જેહમર હેમિલ્ટનને આઉટ કરીને કપિલ દેવથી આગળ નિકળ્યો હતો. ઇશાંત શર્માના નામે હવે એશિયાની બહાર ટેસ્ટ ક્રિકેટમાં 156 વિકેટ છે. અનિલ કુંબલે આ લિસ્ટમાં 200 વિકેટની સાથે ટોપ પર છે. આ યાદીમાં ઝહીર ખાન ચોથા નંબર પર છે. તેણે 38 ટેસ્ટ મેચોમાં 147 વિકેટ ઝડપી છે.

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

બીજી ટેસ્ટમાં ઇશાંતે ટેસ્ટ કારકિર્દીમાં પહેલી અડધી સદી ફટકારી
આ પહેલા ઇશાંતે મેચના બીજા દિવસે
57 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ અડધી સદી હતી. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવ્યા હતા. જવાબમાં વિન્ડીઝ ટીમ 117 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેણે 8મી વિકેટ માટે હનુમા વિહારી સાથે 112 રનની ભાગીદારી કરી હતી. વિહારીએ ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારતા 111 રન બનાવ્યા હતા.

cricket news sports news ishant sharma team india kapil dev