✕

૧૬ ડિસેમ્બરે ભારત-શ્રીલંકાની વન-ડે મૅચના ૩ કલાક પહેલાં શરૂ થશે IPL 2027નું ઑક્શન

19 November, 2026 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈ પાસે ૬ સ્લૉટ માટે ૨૮.૦૫ કરોડ રૂપિયા, રાજસ્થાન પાસે ૬ સ્લૉટ માટે ૨૭.૦૫ કરોડ રૂપિયા, પંજાબ પાસે ૭ સ્લૉટ માટે ૧૮.૬ કરોડ રૂપિયા, બૅન્ગલોર પાસે પાંચ સ્લૉટ માટે ૧૪.૧૫ કરોડ અને ગુજરાત પાસે ૩ સ્લૉટ માટે ૮.૭૫ કરોડ રૂપિયાનું બજેટ બાકી છે.

આઈપીએલ ટ્રોફી

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ગઈ કાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની સીઝન માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ૧૬ ડિસેમ્બરે ગોવાની ITC ગ્રૅન્ડ ગોવા હોટેલમાં IPL 2027નું મિની-ઑક્શન યોજાશે. સવારે ૧૧ વાગ્યાથી ઑક્શન શરૂ થઈ જશે. ૧૬ ડિસેમ્બરે જ બૅન્ગલોરમાં ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી વન-ડે મૅચ બપોરે બે વાગ્યે શરૂ થવાની છે.

કઈ ટીમે પાસે કેટલા સ્લૉટ અને બજેટ બાકી?

મંગળવારે ૧૦ IPL ટીમોએ પોતાના ૬૬ પ્લેયર્સને રિલીઝ કર્યા હતા. મિની-ઑક્શનમાં ૧૦ ટીમો પાસે હવે ૨૯૭.૯૫ કરોડ રૂપિયાનું બજેટ ઉપલબ્ધ રહેશે. લખનઉ પાસે ૭ સ્લૉટ માટે ૪૭.૪૫ કરોડ રૂપિયા, કલકત્તા પાસે ૮ સ્લૉટ માટે ૪૧.૬૫ કરોડ રૂપિયા, હૈદરાબાદ પાસે ૭ સ્લૉટ માટે ૪૦.૧૫ કરોડ રૂપિયા, દિલ્હી પાસે ૯ સ્લૉટ માટે ૩૯.૫ કરોડ રૂપિયા, મુંબઈ પાસે ૯ સ્લૉટ માટે ૩૨.૬ કરોડ રૂપિયા બાકી છે.

ચેન્નઈ પાસે ૬ સ્લૉટ માટે ૨૮.૦૫ કરોડ રૂપિયા, રાજસ્થાન પાસે ૬ સ્લૉટ માટે ૨૭.૦૫ કરોડ રૂપિયા, પંજાબ પાસે ૭ સ્લૉટ માટે ૧૮.૬ કરોડ રૂપિયા, બૅન્ગલોર પાસે પાંચ સ્લૉટ માટે ૧૪.૧૫ કરોડ અને ગુજરાત પાસે ૩ સ્લૉટ માટે ૮.૭૫ કરોડ રૂપિયાનું બજેટ બાકી છે.

ipl 2027 indian premier league india sri lanka cricket news sports news sports chennai super kings kolkata knight riders lucknow super giants