03 June, 2025 10:08 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રવિવારે ક્વૉલિફાયર-ટૂ મૅચ વરસાદના વિઘ્નને કારણે રાત્રે ૯.૪૫ વાગ્યે શરૂ થયેલી મૅચ મધરાત પછી ઑલમોસ્ટ ૧.૪૦ વાગ્યે સમાપ્ત થઈ હતી. બોલિંગ સમયે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમ નિર્ધારિત સમય પર ઇનિંગ્સ પૂરી કરી શકી નહોતી જેના કારણે બન્ને ટીમના કૅપ્ટન્સ સહિત પ્લેયર્સને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. પંજાબના શ્રેયસ ઐયરનો સીઝનનો આ બીજો ગુનો હોવાથી ૨૪ લાખ રૂપિયા જ્યારે મુંબઈના હાર્દિક પંડ્યાને ત્રીજા ગુના બદલ ૩૦ લાખ રૂપિયાનો દંડ થયો છે. પંજાબના પ્લેયર્સને ૬ લાખ રૂપિયા અથવા તેમની મૅચની ફીના પચીસ ટકા દંડ, જ્યારે મુંબઈના પ્લેયર્સને ૧૨ લાખ રૂપિયા અથવા મૅચ-ફીના ૫૦ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.