IPL 2024: હાર્દિક પંડ્યાની ભક્તિએ કરી કમાલ, મુંબઈ ઇન્ડિયન્સને મળી પહેલી જીત

07 April, 2024 08:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IPL 2024: MI vs DC, Match 20 – મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કૅપિટલ્સને ૨૯ રનથી હરાવ્યું

ફાઇલ તસવીર

ઇન્ડિયન પ્રિમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL)ની આ વર્ષની ધમાકેદાર સિઝન (IPL 2024) ચાલી રહી છે. ત્યારે મુંબઈકર્સની લોકપ્રિય ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની જીતની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. આખરે ફેન્સની આતુરતાનો આજે અંત આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ આઇપીએલ ૨૦૨૪માં તેમની પ્રથમ જીત હાંસલ કરી છે. આ જીત મુંબઈ ઇન્ડિયન્સની ટીમને દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals) સામે મળી છે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે વર્તમાન સિઝનની ૨૦મી (MI vs DC, Match 20) મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને ૨૯ રનથી હરાવ્યું હતું. આજની મેચ બપોરની હતી. આ મેચ મુંબઈ ઇન્ડિયન્સના હૉમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં રમાઈ હતી.

આજની મેચમાં દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૨૩૪ રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૫ રન જ બનાવી શકી હતી.

પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૩૪ રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી સૌથી વધુ ૪૯ રન રોહિત શર્મા (Rohit Sharma)ના બેટથી આવ્યા હતા. ઈશાન કિશન (Ishan Kishan)એ ૪૨ રન અને કૅપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. ટિમ ડેવિડ (Tim David) અને રોમારિયો શેફર્ડ (Romario Shepherd)એ છેલ્લી ઓવરમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. મુંબઈના દાવની છેલ્લી ઓવરમાં ૩૨ રન થયા હતા. રોમારિયો શેફર્ડે એનરિક નોર્કિયાના તમામ છ બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. જેમાં ૪ છગ્ગા અને ૨ ચોગ્ગાનો સમાવેશ થાય છે. શેફર્ડે ૧૦ બોલમાં ૩૯ રન અને ટિમ ડેવિડે ૨૧ બોલમાં ૪૫ રન બનાવ્યા હતા. બંનેએ ૫૩ રનની અણનમ ભાગીદારી કરી હતી. અક્ષર પટેલ (Axar Patel)એ બે વિકેટ ઝડપી હતી.

જવાબમાં દિલ્હી કૅપિટલ્સ ૨૦ ઓવરમાં ૨૦૫ રન જ બનાવી શકી હતી. આ રીતે, હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સને વર્તમાન સિઝનની પ્રથમ જીત મળી છે.

અહીં જોઈ લો બન્ને ટીમના પ્લેયિંગ ૧૧:

મુંબઈ ઇન્ડિયન્સ – હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોત્ઝી અને જસપ્રીત બુમરાહ, આકાશ મધવાલ (ઈમ્પેક્ટ પ્લેયર)

દિલ્હી કૅપિટલ્સ – રિષભ પંત (વિકેટકીપર, કૅપ્ટન), પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, જાય રિચર્ડસન, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, એનરિક નોર્કિયા, કુમાર કુશાગ્ર (ઈમ્પેક્ટ પ્લેયર)

આજની મુંબઈ ઇન્ડિસની જીત સાથે ટીમે બે પોઈન્ટ મેળવી લીધા છે.

indian premier league IPL 2024 mumbai indians delhi capitals hardik pandya rohit sharma suryakumar yadav ishan kishan tilak varma jasprit bumrah Rishabh Pant prithvi shaw david warner axar patel ishant sharma cricket news sports sports news