11 April, 2024 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: આઈપીએલ ડૉટ કૉમ
આઇપીએલ (IPL 2024)માં ગઈ કાલે સતત બીજા દિવસે ચાહકોને થ્રિબલર માણવા મળી હતી. મંગળવારે હૈદરબાદે છેલ્લા બૉલે બે રનથી પંજાબને માત આપી હતી અને ગઈ કાલ, બુધવારે આ સીઝનમાં અત્યાર સુધી એકપણ મૅચ ન હારનાર એકમાત્ર ટીમ રાજસ્થાન રૉયલને છેલ્લા બૉલે ત્રણ વિકેટથી ગુજરાત ટાઇટન્સ સામે પરાજય જોવો પડ્યો હતો.
ગિલ ગઝબ, રાશિદ ધ હીરો
વરસાદને લીધે મૅચ ૨૫ મિનિટ મોડી શરૂ થયેલી મૅચમાં ગુજરાતે ટૉસ જીતીને રાજસ્થાનને પ્રથમ બેટીંગ (IPL 2024) માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનરો જોશ બટલર (૮) અને યશસ્વી જયસ્વાલ (૨૪)ની પાવરપ્લેની અંદર જ વિદાય બાદ કૅપ્ટન સંજુ સૅમસન (૩૮ બૉલમાં બે સિક્સર અને સાત ફોર સાથે અણનમ ૬૮ રન) અને રિયાન પરાગે (૪૮ બૉલમાં પાંચ સિક્સરઅને ત્રણ ફોર સાથે ૭૬ રન) ત્રીજી વિકેટ માટે ૧૩૦ રનની પાર્ટનરશીપ સાથે ટીમને મજબૂત સ્કોર તરફ દોરી ગયા હતાં. છેલ્લા શિમરૉન હૅટ્માયરના પાંચ બૉલમાં ૧૩ રનની ફટકાબાજીને લીધે રાજસ્થાને ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૯૬ રન બનાવી શક્યું હતું. રાશિદે ખાને આખરે તેનો અચલી ટચ મેળવી લીધો હતો અને ચાર ઓવરમાં માત્ર ૧૮ રન આપીને એક વિકેટ લીધી હતી. જો તેની આોવરમાં કૅચ ડ્રોપ ન થયા હોય તો એ વધુ બે તેને મળી શકી હોત.
૧૯૭ રનના ટાર્ગેટ સામે ગુજરાતે ૮.૨ ઓવરમાં ૬૪ રનની ઓપનિંગ પાર્ટનશીપ (IPL 2024) સાથે મજબૂત શરૂઆત કરી હતી. પણ સીઝનની પહેલી મૅચ રમી રહેલા કુલદીપ સેને સાંઇ સુદર્શન (૩૫), મૅથ્યુ વેડ (૪) અને અભિનવ મનોહર (૧)ની વિકેટ ઝડપી ઉપરાઉપરી ત્રણ ઝટકા આપતા ગુજરાત કૅમ્પમાં સોપો પડી ગયો હતો. જોકે આખરી છેલ્લી પાંચ ઓવરમાં ગુજરાતને જીત માટે ૭૩ રનની જરૂર હતી. કૅપ્ટન ગિલ હાફ-સેન્ચુરી સાથે રમી રહ્યો હોવાથી ગુજરાતે જીતની આશા જીવંત હતી. ૧૬મી ઓવરમાં જોકે પહેલા બે બૉલે બાઉન્ડરી ફટકારી ગિલ ૪૪ બૉલમાં ૭૪ રનની ઇનિંગ્સ રમ્યા બાદ આઉટ થઈ જતા ગુજરાત મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું અને રાજસ્થાન સતત પાંચમી મૅચ જીતશે એવું લાગવા લાગ્યું હતું. પણ વિજય શંકર (૧૬), રાહુલ તેવટિયા (૧૧ બૉલમાં ૨૨) અને શાહરુખ ખાન (૮ બૉલમાં ૧૪)ના ઉપયોગી સપોર઼્ટના સહારે રાશિદ ખાને બૉલ બાદ બૅટથી પણ કમાલ બતાવી ૧૧ બૉલમાં ચાર ફોર અણનમ ૨૪ રન ફટકારીને ટીમને અત્યંત જરૂરી જીત અપાવી હતી.
૩ વિકેટ સાથે શાનદાર પફોર઼્મ કરનાર અને કુલદીપ સેન ૧૯મી અને તેની છેલ્લી ઓવરમાં ૨૦ રન આપી દેતા બાજી રાજસ્થાનના હાથમાંથી સરકી ગઈ હતી. છેલ્લી ઓવરમાં ગુજરાતે જીત માટે ૧૫ રનની જરૂરત હતી. રાશિદ ખાને પહેલા બૉલે બાઉન્ડરી, બીજા બૉલે બે રન અને ત્રીજા બૉલે ફરી બાઉન્ડરી ફટકારતા હવે ૩ બૉલમાં પાંચ રનની જ જરૂરત હતી. ચોથા બૉલે રાશિદ ખાને એક રન લીધો હતો. પાંચમાં બૉલે આસાનીથી બે રન લીધા બાદ રિસ્કી ત્રીજો રન લેવામાં રાહુલ તેવટિયા રન આઉટ થઈ ગયો હતો. જોકે રાશિદ ખાન સ્ટ્રાઇક પર આવી જતા ગુજરાત ખુશ હતું અને છેલ્લા બૉલે રાશિદે બાઉન્ડરી ફટકારીને ટીમની ખૂબ જ જરૂરી બે પૉઇન્ટ અપાવી દીધા હતાં. રાજસ્થાન શેડ્યુઅલ કરતા ઓવર ફેકવામાં લેટ થયું હોવાથી છેલ્લી ઓવર તેમણે ચાર જ ૩૦ યાર્ડ સર્કલની બહાર સાથે રમવું પડ્યું હતું અને ગુજરાતે અને ખાસ કરીને રાશીદ ખાને તેનો ભૂરપૂર લાભ ઉઠાવ્યો હતો.
સંજુની ભૂલ ભારે પડી
રાજસ્થાનના કૅપ્ટને પણ બોલિંગ ચેન્જિંગમાં માર ખાઈ ગયો હતો અને શરૂઆતની બે ઓવરમાં માત્ર આઠ રન આપનાર અનુભવી ટ્રેન્ટ બૉલ્ટને ત્યારબાદ બોલિંગ જ નહોતી આપી અને મોંઘા સાબિત થયેલા રવિચન્દ્રન અશ્વિન (ચાર ઓવરમાં ૪૦ રન) અને આવેશ ખાન (ચાર ઓવરમાં ૪૮ રન)ની ઓવરો પુરી કરાવી હતી.
આ હાર છતાં રાજસ્થાનને પાંચ મૅચમાં ૮ પૉઇન્ટ અને ૦.૮૭૧ની રનરેટ સાથે પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો હતો અને જ્યારે ગુજરાતે આ સાથે છ મૅચમાં છ પૉઇન્ટ અને -૦.૬૩૭ની રનરેટ સાથે સાતમાંથી છઠ્ઠા ક્રમાંકે પહોચં ગયા હતાં.
ગિલના ૩૦૦૦ અને ૪૦૦૦ રન
ગુજરાતા કૅપ્ટન શુભમન ગિલે ગઈ કાલે બે માઇલસ્ટૉલ હાંસિલ કરી લીધા હતાં. તેની ૭૨ રનની ઇનિંગ્સ દરમ્યાન તેણે ટી૨૦ ક્રિકેટમાં ૪૦૦૦ રન અને આઇપીએલમાં ૩૦૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. ટી૨૦માં તેણે ૪૦૦૦ રન ૧૨૯મી ઇનિંગ્સમાં અને આઇપીએલમાં ૩૦૦૦ રન તેણે ૯૪મી ઇનિંગ્સમાં પુરા કર્યા હતાં.
હવે ટક્કર કોની સામે?
ગુજરાતનો સામનો હવે હહહના દિલ્હી સામે જ્યારે રાજસ્થાન પંજાબ સામે ટકરાશે.
આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ
| ટીમ | મૅચ | જીત | હાર | પૉઇન્ટ | રનરેટ |
| રાજસ્થાન | ૫ | ૪ | ૧ | ૮ | ૦.૮૭૧ |
| કલકત્તા | ૪ | 3 | ૧ | ૬ | ૧.૫૨૮ |
| લખનઉ | ૪ | ૩ | ૧ | ૬ | ૦.૭૭૫ |
| ચેન્નઈ | ૫ | ૩ | ૨ | ૬ | ૦.૬૬૬ |
| હૈદરાબાદ | ૫ | ૩ | ૨ | ૬ | ૦.૩૪૪ |
| ગુજરાત | ૬ | ૩ | ૩ | ૬ | -૦.૬૩૭ |
| પંજાબ | ૫ | ૨ | ૩ | ૪ | -૦.૧૯૬ |
| મુંબઈ | ૪ | ૧ | ૩ | ૨ | -૦.૭૦૪ |
| બૅન્ગલોર | ૫ | ૧ | ૪ | ૨ | -૦.૮૪૩ |
| દિલ્હી | ૫ | ૧ | ૪ | ૨ | -૧.૩૭૦ |
નંબર ગૅમ
197 - ગુજરાતે ચેઝ કરેલા ૧૯૭ રનનો ટાર્ગેટ જયપુરના મેદાનમાં સફળતાપૂર્વક ચેઝ થયેલા સેકન્ડ હાઈએસ્ટ સ્કોર છે. હાઈએસ્ટ ૨૧૫ રનનો છે જે ગયા વર્ષ રાજસ્થાન સામે હૈદરાબાદે ચેઝ કરેલો. ઉપરાંત ગુજરાતે પણ કોઈપણ ટીમ સામે સફળાતપૂર્વ ચેઝ કરેલો આ સેકન્ડ હાઈએસ્ટ સ્કોર બની ગયો હતો. હાઈએસ્ટ ૧૯૮ રનનો છે જે તેમણે ગયા વર્ષ બૅન્ગલોરમાં રૉયલ ચેલેન્જર્સ બૅન્ગલોર સામે બનાવ્યો હતો.
75 - ગુજરાતે ગઈ કાલે છેલ્લી પાંચ ઓવરમાં બનાવેલા ૭૫ રન આઇપીએલમાં સફળતાપૂર્વક ચેઝ દરમ્યાન બનાવેલા થર્ડ હાઈએસ્ટ રન બની ગયા હતાં. આ મામલે ટૉપમાં રાજસ્થાને ૨૦૨૦માં શારજાહમાં પંજાબ સામે બનાવેલા ૮૬ રન અને બીજા નંબરે ચેન્નઈએ ૨૦૧૨માં ચેન્નઈમાં બૅન્ગલોર સામે બનાવેલા ૭૭ રન છે.