MI vs SRH : મુંબઈ આજે હૈદરાબાદને પણ ‘આઉટ’ કરાવશે?

17 May, 2022 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈએ તાજેતરમાં જ ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને સ્પર્ધાની બહાર કરી દીધી હતી

આકાશ મઢવાલ

વાનખેડેમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ માટે તો રહ્યુંસહ્યું ગૌરવ જાળવી રાખવા માટેની મૅચ છે અને એ જીતવા રોહિત શર્મા ઍન્ડ કંપની કોઈ કસર બાકી નહીં છોડે, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આજે ‘કરો યા મરો’નો પ્રશ્ન છે. ૧૪ પૉઇન્ટ ધરાવતા હૈદરાબાદે આજની મૅચ ઉપરાંત રવિવારની પંજાબ સામેની આખરી લીગ મૅચ પણ જીતવી પડશે અને ત્યાર બાદ પ્લે-ઑફમાં સ્થાન મેળવવા અન્ય કેટલીક ટીમોના પરાજય માટે પ્રાર્થના કરવી પડશે.

મુંબઈએ તાજેતરમાં જ ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને સ્પર્ધાની બહાર કરી દીધી હતી ત્યાર પછી હવે આજે હૈદરાબાદે મુંબઈના જાદુ સામે બચવાનું છે.

મુંબઈ ઇન્ડિયન્સે આકાશ મઢવાલને સાઇન કર્યો

મુંબઈ ઇન્ડિયન્સે ઈજાને કારણે આ વખતની આઇપીએલની બાકીની મૅચોની બહાર થઈ ગયેલા સૂર્યકુમાર યાદવના સ્થાને આકાશ મઢવાલને સાઇન કર્યો છે. ઉત્તરાખંડ વતી રમતો આકાશ રાઇટ-આર્મ મિડિયમ ફાસ્ટ બોલર છે. ૨૮ વર્ષના આકાશે ૧૫ ટી૨૦ મૅચમાં ૧૫ વિકેટ લીધી છે. મુંબઈના ફ્રૅન્ચાઇઝીએ તેને ૨૦ લાખ રૂપિયામાં સાઇન કર્યો છે.

sports sports news cricket news indian premier league ipl 2022 mumbai indians sunrisers hyderabad