GT vs CSK : ગુજરાત આજે ટૉપ-ટૂમાં સ્થાન પાકું કરવા મક્કમ

15 May, 2022 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત ટાઇટન્સની ટીમ આજે ચેન્નઈ સુપર કિંગ્સની નબળી પડી ગયેલી ટીમને હરાવીને ટોચનાં બે સ્થાનમાં રહેવા માટેનો દાવો મજબૂત કરી લેશે

હાર્દિક પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની

સૌથી વધુ ૧૮ પૉઇન્ટ ધરાવતી ગુજરાત ટાઇટન્સની ટીમ આજે ચેન્નઈ સુપર કિંગ્સની નબળી પડી ગયેલી ટીમને હરાવીને ટોચનાં બે સ્થાનમાં રહેવા માટેનો દાવો મજબૂત કરી લેશે જેથી પહેલી જ પ્લે-ઑફ મૅચ (ક્વૉલિફાયર-વન) જીતીને સીધા ફાઇનલમાં પહોંચી શકાય. ગુજરાત આજે જીતશે તો ૨૦ પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં ફિક્સ થઈ જશે. ગુજરાતની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર-વન છે, જ્યારે ચેન્નઈ છેક નવમા નંબરે છે.

ધોનીએ જાડેજાને કૅપ્ટન્સી સોંપેલી એ નિર્ણય ખોટો સાબિત થયા બાદ ધોનીએ સુકાન પાછું સંભાળ્યું અને પછી થોડા દિવસ બાદ જાડેજા (ઈજાના કારણસર) ટીમમાંથી નીકળીને રાજકોટ જતો રહ્યો. હવે અંબાતી રાયુડુના રાજીનામાના પ્રકરણે ટીમની પ્રતિષ્ઠાને વધુ હાનિ પહોંચાડી છે.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings gujarat titans