કોને રીટેન કરવા, કોને નહીં? : આજે નિર્ણય

30 November, 2021 11:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હાલની ૮માંની દરેક ટીમને વધુમાં વધુ ચાર ખેલાડી રીટેન કરવાની છૂટ છે

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૨ની આઇપીએલમાં બે નવી ટીમ (અમદાવાદ, લખનઉ) સહિત કુલ ૧૦ ટીમ રમશે, પરંતુ મૂળ ૮ ટીમે કયા અને કેટલા ખેલાડીઓને રીટેન કરવાના એ જણાવી દેવા માટે આજે આખરી દિવસ છે. જાન્યુઆરીમાં હરાજીની મોટી ઇવેન્ટ યોજાશે અને પહેલાં આઠ ટીમ વિશેની રસપ્રદ માહિતી જાહેર થઈ ચૂકી છે. હાલની ૮માંની દરેક ટીમને વધુમાં વધુ ચાર ખેલાડી રીટેન કરવાની છૂટ છે. એમાં ભારતીય પ્લેયરો ત્રણથી વધુ ન હોવા જોઈએ અને વિદેશી ખેલાડીઓ બેથી વધુ ન હોવા જોઈએ. નવી બન્ને ટીમ હરાજી પહેલાં ૧થી ૨૫ ડિસેમ્બર દરમ્યાન વધુમાં વધુ ત્રણ પ્લેયરને પસંદ કરી શકશે.

કોને રીટેન કરવાનો પ્લાન?
૧. મુંબઈ ઇન્ડિયન્સ: રોહિત શર્મા અને બુમરાહ ઉપરાંત પોલાર્ડ તેમ જ સૂર્યકુમાર અથવા ઈશાન કિશન.

૨. દિલ્હી કૅપિટલ્સ: રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શૉ, ઍન્રિચ નૉર્કિયા.

૩. ચેન્નઈ સુપર કિંગ્સઃ ધોની, રવીન્દ્ર જાડેજા, ગાયકવાડ તેમ જ મોઇન અલી અથવા ફૅફ ડુ પ્લેસી.

૪. પંજાબ કિંગ્સઃ અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મયંક અગરવાલ, શમી અથવા નિકોલસ પૂરન.

૫. કલકત્તા નાઇટ રાઇડર્સ: વરુણ ચક્રવર્તી, રસેલ, વેન્કટેશ ઐયર અને સુનીલ નારાયણ તેમ જ મૉર્ગન અથવા શુભમન ગિલ.

૬. રાજસ્થાન રૉયલ્સ: સૅમસન, બટલર તેમ જ સ્ટોક્સ અથવા જોફ્રા આર્ચર અથવા યશસ્વી જૈસવાલ.

૭. રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર: કોહલી તેમ જ ચહલ,  મૅક્સવેલ અને હર્ષલ પટેલ અથવા પડિક્કલ અથવા સિરાજ.

૮. સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન અને રાશિદ ખાન.

sports sports news cricket news indian premier league ipl 2022 mumbai indians delhi capitals chennai super kings punjab kings kolkata knight riders rajasthan royals royal challengers bangalore sunrisers hyderabad