કોહલીને વૉર્નરની હળવી સલાહ, ‘બીજાં બે બાળકનો પિતા બની જા... લાઇફ એન્જૉય કર, નબળા ફૉર્મની ચિંતા ન કર’

05 May, 2022 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી કૅપિટલ્સના ઓપનરે બૅન્ગલોરના ભૂતપૂર્વ કૅપ્ટનને નબળા ફૉર્મની ચિંતા ન કરવાની ઍડ્વાઇઝ પણ આપી

વિરાટ-અનુષ્કાની દોઢ વર્ષની પુત્રીનું નામ વામિકા છે. ડેવિડ વૉર્નર અને તેની પત્ની કૅન્ડિસને ત્રણ પુત્રી છે જેમાં એઇવી અને ઇસ્લા ઉપરાંત જે ત્રીજી પુત્રી છે તેનું (ઇન્ડિ) નામ ઇન્ડિયા પરથી પાડવામાં આવ્યું છે.

વિરાટ કોહલીએ ૩૦ એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં ૫૮ રનની ઇનિંગ્સથી થોડું ફૉર્મ પાછું જરૂર મેળવ્યું હતું, પરંતુ એ અગાઉની ૯ ઇનિંગ્સમાં બે મૅચના ઝીરો સહિત તેના ખાતે એકેય હાફ સેન્ચુરી નહોતી. ઑસ્ટ્રેલિયન ઓપનર તથા દિલ્હી કૅપિટલ્સના ઓપનર ડેવિડ વૉર્નરે એક સમારંભને વર્ચ્યુઅલી સંબોધતાં કોહલી માટેની હળવી સલાહમાં કહ્યું હતું કે ‘દોસ્ત, બીજાં બે બાળકનો પિતા બની જા... લાઇફ એન્જૉય કર. ક્રિકેટમાં ફૉર્મ ટેમ્પરરી હોય છે, ક્લાસ પર્મનન્ટ હોય છે એટલે તારે હિંમત હારવાની જરૂર નથી. આવું વિશ્વના દરેક ખેલાડી સાથે બનતું હોય છે. કોઈ પ્લેયર ગમેએટલો સારો હોય, તેની કરીઅરમાં આવો ખરાબ તબક્કો આવે જ. ક્યારેક તબક્કો લાંબો ચાલે. તારે તારા જે બૅઝિક્સ છે એને વળગી રહેવું પડે.’

"૧૪ વર્ષથી આઇપીએલમાં રમવાથી ક્રિકેટ પ્રત્યેની મારી સમજદારીને નવી દિશા મળી છે અને મારા જીવન પર પણ એની ઊંડી અસર થઈ છે. મારામાં રહેલી ક્ષમતા અને કાબેલિયત બતાવવા, વિશ્વના બેસ્ટ પ્લેયર્સ સામે રમવા અને તેમની સાથે ક્રિકેટલક્ષી જ્ઞાન શૅર કરવા માટે આઇપીએલ બહુ સારું માધ્યમ બન્યું છે. ખરેખર તો હું પણ અન્યો પાસેથી ઘણું શીખ્યો છું." : વિરાટ કોહલી

sports sports news cricket news indian premier league ipl 2022 delhi capitals royal challengers bangalore virat kohli david warner