મુંબઈનો તમામ ફૉરેન સ્ટાફ પહોંચ્યો સ્વદેશ

10 May, 2021 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ગઈ કાલે કહ્યું હતું કે કોરોનાને કારણે આઇપીએલ રદ થયા બાદ એના તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ-સ્ટાફ સહીસલામત તેમના દેશ પહોંચી ગયા છે.

પોલાર્ડ-ડી કોક

પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ગઈ કાલે કહ્યું હતું કે કોરોનાને કારણે આઇપીએલ રદ થયા બાદ એના તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ-સ્ટાફ સહીસલામત તેમના દેશ પહોંચી ગયા છે. મુંબઈએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ‘મુંબઈના તમામ ખેલાડીઓ અને સ્ટાફ સહીસલામત ઘરે પહોંચી ગયા છે. તમે પણ ઘરે રહો અને સલામતીના તમામ નિયમોનું પાલન કરો. મુંબઈની ટીમે જણાવ્યા પ્રમાણે કિરોન પોલાર્ડ ટ્રિનિડૅડ, તો સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ક્વિન્ટન ડિકૉક અને માર્કો જેનેસન પણ જોહનિસબર્ગ પહોંચી ગયા છે.

બીજી તરફ ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ક્રિસ લીન, નૅથન કોલ્ટર-નાઇલ અને સપોર્ટ-સ્ટાફના સભ્યો અને કોચ માહેલા જયવર્દને સહિત તમામ મૉલદીવ્ઝ પહોંચી ગયા છે, જ્યાં તેઓ ૧૪ દિવસ ક્વૉરન્ટીન રહેશે. ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ ટ્રેન્ટ બોલ્ટ, જિમી નીશામ, ઍડમ મિલ્ને ચાર્ટર ફ્લાઇટમાં ઑકલૅન્ડ પહોંચ્યા હતા. 

cricket news sports news ipl 2021 mumbai indians coronavirus covid19