શાબાશ શાહબાઝ

15 April, 2021 11:47 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

૧૭મી ઓવરમાં ત્રણ વિકેટ લઈને બૅન્ગલોરના બોલરે પાસું પલટ્યું, હૈદરાબાદનો છ રનથી પરાજય

શાબાઝ અહમદ સાથે વિકેટની ઉજવણી કરતા બૅન્ગલોરના ખેલાડીઓ

ગઈ કાલે બૅન્ગલોરે હૈદરાબાદને છ રનથી હરાવીને ટુર્નામેન્ટમાં બીજી મૅચ જીતી હતી. બૅન્ગલોરે આપેલા ૧૪૯ રનના લક્ષ્યાંક સામે હૈદરાબાદની ટીમ ૯ વિકેટે ૧૪૩ રન જ કરી શકી હતી. એક સમયે હૈદરાબાદને વિજય માટે ૨૪ બૉલમાં ૩૫ રન જોઈતા હતા તેમ જ તેની ૮ વિકેટ બાકી હતી. પરંતુ બૅન્ગલોરના બોલર શાહબાઝ અહમદે ૧૭મી ઓવરમાં ત્રણ વિકેટ લઈને રમતની બાજી જ પલટી નાખી હતી. તેણે આ ઓવરમાં જૉની બેરસ્ટૉ, મનીષ પાન્ડે અને અબ્દુલ શામદની વિકેટ ઝડપી હતી. એ પહેલાં કૅપ્ટન વૉર્નરે ૩૭ બૉલમાં ૫૪ રન કર્યા હતા તો મનીષ પાન્ડેએ પણ ૩૯ બૉલમાં ૩૮ રન કર્યા હતા. બૅન્ગલોર તરફથી સિરાજે પણ ૨૫ રન આપીને બે વિકેટ લીધી હતી. બૅન્ગલોરનો આ ટુર્નામેન્ટમાં બીજો વિજય હતો.

ગઈ કાલે બેન્ગલોરે પહેલા બેટિંગ કરતા ગ્લેન મૅક્સવેલના આક્રમક ૪૧ બોલમાં ૫૯ રનની મદદથી આઠ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. હૈદરાબાદના બોલરોએ ઑલરાઉન્ડ જેસન હોલ્ડર (૩૦ રન આપીને ૩ વિકેટ) અને સ્ટાર સ્પિનર રાશિદ ખાની (૧૮ રન આપીને ૨ વિકેટ) ની મદદથી શાનદાર પ્રદર્શન કરી નિયમિત અંતરે વિકેટ લીધી હતી. પાંચ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સરની મદદથી મેકસવેલે સૌથી વધુ રન કર્યા હતા  તો કેપ્ટન વિરાટ કોહલી (૩૩) શાહબાઝ અહમદ (૧૪) અને કાયલ જેમિનસને (૧૨) પણ સ્કોરમાં યોગદાન આપ્યું હતં. પહેલા બેટીંગ કરતા કોહલી અને દેવદત્ત પડીક્કલે (૧૧) બાઉન્ડ્રી સાથે સારી શરૂઆત કરી હતી.

જો કે ત્રીજી જ ઓવરમાં ભુવનેશ્વર કુમારે (૩૦ રનમાં ૧ વિકેટ) પડીક્કલને આઉટ કરી ટીમને સફળતા અપાવી હતી. ભુવનેશ્વર તાજેતરમાં કોરોનામાંથી સાજો થઈને રમવા માટે આવ્યો છે. ત્યારબાદ સારી એવી ફટકાબીજી કરીને શાહબાઝ અહમદ પણ આઉટ થયો હતો. આમ બેન્ગલોરે ૪૭ રનમાં બે વિકેટ ગુમાવી હતી.

મેક્સવેલે શાહબાઝ નદીમે નાંખેલી ઇનિંગસની ૧૧મી ઓવરમાં પહેલી બે બોલમાં સિક્સર અને ત્યાર બાદ બાઉન્ડ્રી ફટકારીને પોતાના મિજાજનો પરિચય આપ્યો હતો. કોહલી અને મેક્સવેલ વચ્ચે ૪૪ રનની પાર્ટનરશિપ થઈ હતી. જેસન હોલ્ડરે કોહલીની વિકેટ લઈને આ પાર્ટનરશિપ તોડી હતી. ત્યાર બાદ નિયમિત અંતરે બેન્ગલોરની વિકેટો પડી હતી. એબી ડિવિલિયર્સ મેદાનમાં હતો ત્યારે વૉર્નરે રાશિદ ખાનને બોલિંગ આપી હતી. તેનો આ જુગાર ફળ્યો હતો તેમજ સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ વોર્નરને કેચ આપી દિધો હતો. ત્યાર બાદ અફઘાન સ્પિનરે વોશિંગટન સુંદરને (૮ ) પણ આઉટ કર્યો હતો. મેક્સવેલે છેલ્લી ત્રણ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

ટૂંકો સ્કોર

બૅન્ગલોર - ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૯ રનમાં મૅક્સવેલ-૫૯, કોહલી-૩૩, નદીમ-૧૪, જૅમિસન-૧૨ (હોલ્ડર ૩૦/૩, રાશિદ ૧૮/૨)નો હૈદરાબાદ - ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૩ રનમાં વૉર્નર-૫૪, પાન્ડે-૩૮ રાશિદ-૧૭ (શાહબાઝ ૭/૩,  સિરાજ ૨૫/૨) સામે ૬ રનથી વિજય

sports news sports cricket news indian premier league ipl 2021 sunrisers hyderabad royal challengers bangalore