PBKS vs CSK: ચેન્નઈનો ૬ વિકેટે વિજય, સીઝનમાં પ્રથમ મેચ જીત્યા ધોનીના ધુરંધરો

16 April, 2021 10:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પંજાબના ટૉપ પાંચ બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં, ચેન્નઈના દિપક ચહરે ૪ વિકેટ ઝડપી

ફાઈલ તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો આઠમો મુકાબલો પંજાબ કિંગ્સ (Punjab Kings) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયો હતો. આજની લૉ સ્કૉરર મેચ વન સાઈડેડ રહી હતી તેવું કહી શકાય.

ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૦૬ રન કર્યા હતા. પંજાબના ટૉપ-5માંથી બે બેટ્સમેન શૂન્ય રને, એક ૫ રને અને બે બેટ્સમેન ૧૦ રને આઉટ થઈ ગયા હતા. પંજાબ માટે શાહરુખ ખાને ૩૬ બોલમાં સર્વાધિક ૪૭ રન કર્યા હતા. કે એલ રાહુલ ૫ રન, મયંક અગ્રવાલ ૦ રન, ક્રિસ ગેલ ૧૦ રન, દિપક હુડા ૧૦ રન, નિકોલસ પૂરન ૦ રન, શાહરૂખ ખાન ૪૭ રન, ઝે. રિચર્ડસન ૧૫ રન, મુરુગન અશ્વિન ૬ રન, મોહમ્મદ શમી ૯* રન અને રિલે મેરિડિથ ૦* રન બનાવ્યા હતા. ચેન્નઈ માટે દિપક ચહરે ૪ ઓવરમાં ૧ મેડન સહિત ૧૩ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.ન તેની બોલિંગે પ્રથમ ૬ ઓવરમાં જ પંજાબને લગભગ મેચની બહાર કરી દીધું હતું. તે સિવાય સેમ કરન, મોઈન અલી અને ડ્વેન બ્રેવોએ ૧-૧ વિકેટ લીધી હતી. પંજાબે અનુક્રમે ૧, ૧૫, ૧૯, ૧૯, ૨૬, ૫૭, ૮૭ અને ૧૦૧ રને વિકેટ ગુમાવી હતી.

૧૦૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સે ઓવરમાં વિકેટ ગુમાવીને રન કર્યા હતા. ચેન્નઈ વિકેટથી મેચ જીત્યું હતું. જેમાં ઋતુરાજ ગાયકવાડ ૫ રન, ફાફ ડુ પ્લેસીસ ૩૬* રન, મોઈન અલી ૪૬ રન, સુરેશ રૈના  ૮ રન, અંબાતી રાયુડુ ૦ રન અને સેમ કરને ૫* રન કર્યા હતા. પંજાબ માટે મોહમ્મદ શમીએ ૨ અને અર્શદીપ સિંહ, મુરુગન અશ્વિને ૧-૧ વિકેટ લીધી હતી. ચેન્નઈએ અનુક્રમે ૨૪, ૯૦, ૯૯ અને ૯૯ રને વિકેટ ગુમાવી હતી.

આજની મેચમાં પંજાબ કિંગ્સની પ્લેઈંગ 11માં લોકેશ રાહુલ (કૅપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, રિલે મેરેડીથ અને અર્શદીપ સિંહનો સમાવેશ હતો.

જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11માં ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, એમ.એસ. ધોની (કૅપ્ટન/વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર અને દિપક ચહરનો સમાવેશ હતો.

તમને જણાવી દઈએ કે, આજની મેચમાં બન્ને ટીમે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર નહોતા કર્યા.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings punjab kings