RR vs DC: રાજસ્થાન રૉયલ્સનો ૩ વિકેટે વિજય, ક્રિસ મોરિસ અને જયદેવ ઉનડકટ હીરો

15 April, 2021 11:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીના કૅપ્ટન રિષભ પંતની હાફ સેન્ચ્યુરી ટીમ માટે મોટો સ્કૉર ઉભો કરવામાં નિષ્ફળ

દિલ્હીના કૅપ્ટન રિષભ પંતની ફાઈલ તસવીર (તસવીર સૌજન્યઃ સુરેશ કારકેરા)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો સાતમો મુકાબલો રાજસ્થાન રૉયલ્સ (Rajasthan Royals) અને દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયો હતો.

રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સેમસને આજની મેચમાં ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કૅપિટલ્સે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૪૭ રન કર્યા હતા. જેમાં કૅપ્ટન રિષભ પંતે ૩૨ બોલમાં ૯ ચોક્કાની મદદથી ૫૧ રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેના સર્વાધિક રન હતા. તે સિવાય પૃથ્વી શૉ ૨ રન, શિખર ધવન ૯ રન, અજિંક્ય રહાણે ૮ રન, માર્કસ સ્ટોઇનિસ ૦ રન, લલિત યાદવ ૨૧ રન, ટોમ કરન ૨૧ રન, ક્રિસ વોક્સ ૧૫* રન, રવિચંદ્રન અશ્વિન ૭ રન, કગીસો રબાડાએ ૯* રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે જયદેવ ઉનડકટે ૩ વિકેટ, મુસ્તફિઝુર રહેમાન ૨ વિકેટ અને ક્રિસ મોરિસે ૧ વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમે અનુક્રમે ૫, ૧૬, ૩૬, ૩૭, ૮૮, ૧૦૦, ૧૨૮ અને ૧૩૬ રને વિકેટ ગુમાવી હતી.

૧૪૮ રનનો પીછો કરતા રાજસ્થાન રૉયલ્સની ટીમે ૧૯.૪ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૫૦ રન કર્યા હતા. ડેવિડ મિલરે IPL કારર્કિદીની ૧૦મી હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. તેણે ૪૩ બોલમાં ૭ ચોક્કા અને ૨ છક્કાની મદદથી ૬૨ રન કર્યા હતા. તે સિવાય જોસ બટલર ૨ રન, મનન વોહરા ૯ રન, સંજુ સેમસન ૪ રન, સંજુ સેમસન ૪ રન, શિવમ દુબે ૨ રન, રિયાન પરાગ ૨ રન, રાહુલ તેવટિયા ૧૯ રન, ક્રિસ મોરિસ ૩૬* રન અને જયદેવ ઉનડકટે ૧૧* કર્યા હતા. દિલ્હી માટે આવેશ ખાને ૩ વિકેટ અને ક્રિસ વોક્સ, કગીસો રબાડાએ ૨ વિકેટ લીધી હતી. રાજસ્થાનની ટીમે અનુક્રમે ૧૩, ૧૩, ૧૭, ૩૬, ૪૨, ૯૦ અને ૧૦૪ રન પર વિકેટ ગુમાવી હતી.

આજની મેચમાં રાજસ્થાન રૉયલ્સની પ્લેઈંગ 11માં જોસ બટલર (વિકેટકીપર), મનન વોહરા, ડેવિડ મિલર, સંજુ સેમસન (કૅપ્ટન), રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ હતો.

જ્યારે દિલ્હી કૅપિટલ્સની પ્લેઈંગ 11માં  પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, ઋષભ પંત (કૅપ્ટન/વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, લલિત યાદવ, ટોમ કરન અને આવેશ ખાનનો સમાવેશ હતો.

તમને જણાવી દઈએ કે, રાજસ્થાને આજે પોતાની ટીમમાં ૨ બદલાવ કર્યા હતા. બેન સ્ટોક્સ અને શ્રેયસ ગોપાલની જગ્યાએ ડેવિડ મિલર અને જયદેવ ઉનડકટને ટીમમાં સ્થાન મળ્યું હતું. જ્યારે દિલ્હીની ટીમમાં પણ ૨ ફેરફાર કરવામાં આવ્યા હતા. શિમરોન હેટમાયર અને અમિત મિશ્રાની જગ્યાએ કગીસો રબાડા અને લલિત યાદવ રમ્યા હતા.

sports sports news cricket news indian premier league ipl 2021 rajasthan royals delhi capitals