SRH vs RCB: વિરાટ સેનાનો 6 રને વિજય, બૅન્ગલોરની સતત બીજી જીત

15 April, 2021 07:37 AM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

બૅન્ગલોરે આપેલા ૧૫૦ રનના લક્ષ્યાંક સામે હૈદરાબાદે ૯ વિકેટ ગુમાવીને ૧૪૩ રન કર્યા હતા

વિરાટ કોહલી (ફાઈલ તસવીર)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો છઠ્ઠો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (Royal Challengers Bangalore) વચ્ચે ચેન્નઈમાં રમાયો હતો. આજની લો સ્કોરર મેચે પણ દર્શકોને છેલ્લા બોલ સુધી જકડી રાખ્યા હતા.

આજે સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન ડેવિડ વૉર્નરે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૪૯ રન કર્યા હતા. જેમાં ગ્લેન મેક્સવેલે IPLની કારકિર્દીની સાતમી હાફ સેન્ચ્યુરી ફટકારતાં ૫૯ રન કર્યા હતા. વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા હતા. તે સિવાય અન્ય કોઈ બેટ્સમેન ૨૦ રનનો આંક વટાવી નહોતો શક્યો. શાહબાઝ અહેમદ ૧૪ રન, કાયલ જેમિસન ૧૨ રન, દેવદત્ત પદિકકલ ૧૧ રન, વોશિંગ્ટન સુંદર ૮ રન, એબી ડી વિલિયર્સ ૧ રન, ડેનિયલ ક્રિશ્ચિઅન ૧ રન અને હર્ષલ પટેલ ૦* રન પર નાબાદ હતો. હૈદરાબાદ માટે જેસન હોલ્ડરે ૩, રાશિદ ખાને ૨ અને ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ, ટી. નટરાજને ૧-૧ વિકેટ ઝડપી હતી. રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે અનુક્રમે ૧૯, ૪૭, ૯૧, ૯૫, ૧૦૫, ૧૦૯, ૧૩૬ અને ૧૪૯ રન પર વિકેટ ગુમાવી હતી.

૧૫૦ રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૪૩ રન કર્યા હતા. ડેવિડ વૉર્નરે ૫૪ રન સાથે IPLની કારકિર્દીની ૪૯મી હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. તે સિવાય મનીષ પાંડે ૩૮ રન, રાશિદ ખાન ૧૮ રન, જોની બેરસ્ટો ૧૨ રન, જેસન હોલ્ડર ૪ રન, વિજય શંકર ૩ રન, રિદ્ધિમાન સાહા ૧ રન, અબ્દુલ સમાદ ૦, શાહબાઝ નદીમ ૦ રન, ભુવનેશ્વર કુમાર ૨* રન અને ટી. નટરાજન ૦* રન કર્યા હતા. બૅન્ગલોર માટે શાહબાઝ અહેમદે 3, મોહમ્મદ સિરાજ ૨, હર્ષલ પટેલ ૨ અને કાયલ જેમિસને ૧ વિકેટ લીધી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે અનુક્રમે ૧૩, ૯૬, ૧૧૫, ૧૧૫, ૧૧૬, ૧૨૩, ૧૩૦, ૧૪૨ અને ૧૪૨ રને વિકેટ ગુમાવી હતી.

આજની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ 11માં ડેવિડ વૉર્નર (કૅપ્ટન), રિદ્ધીમાન સાહા (વિકેટકીપર), મનીષ પાંડે, જોની બેરસ્ટો, વિજય શંકર, જેસન હોલ્ડર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ, ટી. નટરાજનનો સમાવેશ હતો.

જ્યારે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની પ્લેઈંગ 11માં વિરાટ કોહલી (કૅપ્ટન), દેવદત્ત પડિક્કલ, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ડેનિયલ ક્રિશ્ચિયન, કાઈલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યૂઝવેન્દ્ર ચહલનો સમાવેશ હતો.

તમને જણાવી દઈએ કે, બૅન્ગલોરની ટીમમાં દેવદત્ત પડિક્કલની વાપસી થઈ છે. તેને તાજેતરમાં કોરોના થયો હતો પણ હવે તે સંપુર્ણ સ્વસ્થ છે અને પ્લેઈંગ 11માં રજત પાટીદારને રિપ્લેસ કર્યો છે. બીજી બાજુ, હૈદરાબાદે હૈદરાબાદે પોતાની પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા હતા. મોહમ્મદ નાબી અને સંદીપ શર્માની જગ્યાએ શાહબાઝ નદીમ અને જેસન હોલ્ડર આજની મેચમાં રમ્યા હતા.

sports sports news cricket news indian premier league ipl 2021 sunrisers hyderabad royal challengers bangalore