RR vs PBKS: છેલ્લા બોલે પંજાબનો 4 રને વિજય

12 April, 2021 11:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજસ્થાનના કૅપ્ટન સંજુ સેમસનની સદી એળે ગઈ

સંજુ સેમસન (ફાઈલ તસવીર)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો ચોથો મુકાબલો પંજાબ કિંગ્સ (Punjab Kings) અને રાજસ્થાન રૉયલ્સ (Rajasthan Royals) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયો હતો. રાજસ્થાન રૉયલ્સે જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પંજાબે 222 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેનો પીછો રાજસ્થાન કરી નહોતું શક્યું અને પંજાબનો 4 રને વિજય થયો હતો. જોકે, મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી હતી.

આજની મેચમાં રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 221 રન કર્યા હતા. પંજાબના કૅપ્ટન લોકેશ રાહુલે IPL કારકિર્દીની 22મી હાફ સેન્ચુરી ફટકારતાં 50 બોલમાં 7 ફોર અને 5 સિક્સની મદદથી 91 રન કર્યા હતા. જ્યારે દિપક હુડાએ 28 બોલમાં 64 રન બનાવ્યા હતા. તે સિવાય ક્રિસ ગેલ 40 રન, મયંક અગ્રવાલ 14 રન, શાહરૂખ ખાન 0* રન, નિકોલસ પૂરન 0 રન અને ઝે. રિચર્ડસને 0 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે ચેતન સાકરિયાએ 3, ક્રિસ મોરિસે 2, જ્યારે રિયાન પરાગે 1 વિકેટ લીધી હતી. પંજાબની ટીમે અનુક્રમે 22, 89, 194, 201, 220 અને 221 રને વિકેટ ગુમાવી હતી.

222 રનનો પીછો કરતા રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા. જેમાં સંજુ સેમસન 119 રન, રિયા પરાગ 25 રન, શિવમ દુબે 23 રન, જોસ બટલર 25 રન, મનન વોરા 12 રન, ક્રિસ મોરિસ 2* રન, રાહુલ તેવટિયા 2 રન અને બેન સ્ટોકેસે 0 રન કર્યા હતા. પંજાબ કિંગ્સ માટે અરશદીપ સિંહ 2 વિકેટ, મોહમ્મદ શમી 2 વિકેટ અને ઝે. રિચર્ડસને 1 વિકેટ લીધી હતી. વિકેટ લીધી હતી. રાજસ્થાનની ટીમે અનુક્રમે 1, 25, 70, 123, 175, 201 અને 217 રને વિકેટ ગુમાવી હતી.

આજની મેચમાં રાજસ્થાન રૉયલ્સની પ્લેઈંગ 11માં જોસ બટલર (વિકેટકીપર), મનન વોહરા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન (કૅપ્ટન), રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ હતો.

જયારે પંજાબ કિંગ્સની પ્લેઈંગ 11માં લોકેશ રાહુલ (કૅપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, રિલે મેરેડીથ અને અર્શદીપ સિંહનો સમાવેશ હતો.

sports sports news cricket news indian premier league ipl 2021 punjab kings rajasthan royals