SRH vs KKR: કલકત્તાનો 10 રને વિજય

11 April, 2021 11:14 PM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

મનીષ પાંડે અને જોની બેરસ્ટોની હાફ સેન્ચુરી એળે ગઈ

ફાઈલ તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનના પ્રથમ રવિવારે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Night Riders) વચ્ચે મુકાબલો જામ્યો હતો. ટૉસ જીતીને બોલિંગનો નિર્ણય લેનાર હૈદરાબાદ 188 રનનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યું હતું અને કલકત્તાનોનો 10 રને વિજય થયો હતો.

આજની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કલકત્તા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. જેમાં નીતીશ રાણાએ IPLની કારકિર્દીની 12મી હાફ સેન્ચુરી ફટકારતાં 56 બોલમાં 80 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ લીગમાં છઠ્ઠી સેન્ચુરી ફટકારતાં 53 રન કર્યા હતા. તે સિવાય દિનેશ કાર્તિક 22 રન, શુભમન ગિલ 15 રન, આન્દ્રે રસેલ 5 રન, શાકિબ અલ હસન 3 રન અને ઓઇન મોર્ગને 2 રન કર્યા હતા. કલકત્તાની ટીમે અનુક્રમે 53, 146, 157, 160, 160 અને 187 રને વિકેટ ગુમાવી હતી. હૈદરાબાદ માટે રાશિદ ખાન અને મોહમ્મદ નાબીએ 2-2 વિકેટ, જ્યારે ટી. નટરાજન અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી.

188 રનનો પીછો કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન કર્યા હતા. જેમાં મનીષ પાંડેએ 61 રન, જોની બેરસ્ટોએ 55 રન, અબ્દુલ સમાદ 19 રન, મોહમ્મદ નાબી 14 રન, વિજય શંકર 11 રન, રિદ્ધિમાન સાહા 10 રન અને ડેવિડ વોર્નરે 3 રન કર્યા હતા. હૈદરાબાદની ટીમે અનુક્રમે 10, 10, 102, 131 અને 150 રને વિકેટ ગુમાવી હતી. કલકત્તા માટે પ્રસિદ્ધ કૃષ્ણએ 2 વિકેટ અને પેટ કમિન્સ, શાકિબ અલ હસન, આન્દ્રે રસેલ ત્રણેયે 1-1 વિકેટ લીધી હતી.

આજની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ 11માં ડેવિડ વોર્નર (કૅપ્ટન), જોની બેરસ્ટો, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), મનીષ પાંડે, વિજય શંકર, મોહમ્મદ નાબી, અબ્દુલ સમદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, ટી. નટરાજનનો સમાવેશ હતો.

જયારે કલકત્તા નાઇટ રાઇડર્સની પ્લેઈંગ 11માં શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, ઓઇન મોર્ગન (કૅપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), આન્દ્રે રસેલ, શાકિબ અલ હસન, પેટ કમિન્સ, હરભજન સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ હતો.

sports sports news cricket news indian premier league ipl 2021 sunrisers hyderabad kolkata knight riders