નિષ્ફળતાનો ડર મને વધુ એકાગ્ર બનવામાં મદદ કરે છે: ડિવિલિયર્સ

15 April, 2021 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંદાજે પાંચ મહિના બાદ પોતાની પહેલી મૅચ રમી રહેલા ડિવિલિયર્સે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ સામેની મૅચમાં બૅન્ગલરોની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી

એબી ડિવિલિયર્સ

આક્રમક બૅટ્સમૅન એબી ડિવિલિયર્સ બૅટિંગ દરમ્યાન ઘણું જોખમ ઉઠાવે છે. તેને નિષ્ફળતાનો ડર સતાવે છે અને આ જ ડર ટી૨૦ ફૉર્મેટમાં વિવિધ પડકારને પહોંચી વળવામાં તેમ જ વધુ એકાગ્ર બનવામાં મદદ કરે છે. અંદાજે પાંચ મહિના બાદ પોતાની પહેલી મૅચ રમી રહેલા ડિવિલિયર્સે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ સામેની મૅચમાં બૅન્ગલરોની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. દર વર્ષે આવું કઈ રીતે કરી લો છો એવા સવાલનો જવાબ આપતાં ડિવિલિયર્સે કહ્યું હતું કે ‘આ વાત હંમેશાં મજા આવે એવી નથી. હું પરિસ્થિતિ મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરું છું. આ વાત સામાન્ય લાગે છે, પરંતુ ખરી વાત એ છે કે જ્યારે તમે મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરતા હો ત્યારે પરિસ્થિતિ વારંવાર બદલાયા કરતી હોય છે.’

બૅન્ગલોરના બોલ્ડ ડાયરીઝ નામના કાર્યક્રમમાં વાત કરતાં ડિવિલિયર્સે કહ્યું હતું કે ‘તમને ખબર હોય છે એવી પણ શક્યતા છે કે તમે નિષ્ફળ પણ જઈ શકો. નિષ્ફળતાનો ડર મને હંમેશાં બૉલ પર વધુ ધ્યાન

કેન્દ્રિત કરવા પ્રેરે છે. હું હંમેશાં સારી શરૂઆત કરવાનો પ્રયત્ન કરું છું. પહેલાં ૨૦ બૉલમાં સારી શરૂઆત કરવી મહત્ત્વની છે.’

sports sports news cricket news indian premier league ipl 2021 royal challengers bangalore ab de villiers