રાયુડુએ તોડ્યું મુંબઈ ઇન્ડિયન્સનું ફ્રિજ

03 May, 2021 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈ અને મુંબઈ વચ્ચેની શનિવારની મૅચમાં બન્ને ટીમ પાસેથી જબરદસ્ત ફટકાબાજી જોવા મળી હતી. ચેન્નઈ તરફથી અંબાતી રાયુડુએ, જ્યારે મુંબઈ વતી કિરોન પોલાર્ડે ધડબડાટી બોલાવી હતી.

ફાઈલ તસવીર

ચેન્નઈ અને મુંબઈ વચ્ચેની શનિવારની મૅચમાં બન્ને ટીમ પાસેથી જબરદસ્ત ફટકાબાજી જોવા મળી હતી. ચેન્નઈ તરફથી અંબાતી રાયુડુએ, જ્યારે મુંબઈ વતી કિરોન પોલાર્ડે ધડબડાટી બોલાવી હતી. સિક્સર્સના વરસાદમાં આ બન્ને ખેલાડીઓએ અનુક્રમે ૭ અને ૮ મળી કુલ ૧૫ સિક્સર ફટકારી હતી. એવામાં રાયુડુએ ૧૭મી ઓવરના છેલ્લા બૉલમાં એક એવી સિક્સર ફટકારી કે બૉલ સીધો મુંબઈ ઇન્ડિયન્સના ડગઆઉટમાં રાખેલા રેફ્રિજરેટરના કાચના દરવાજાને વાગ્યો અને કાચના ટુકડા થઈ ગયા. એ ઓવર જસપ્રીત બુમરાહે નાખી હતી. રાયુડુની આ સિક્સરનો વિડિયો ઘણો વાઇરલ થયો છે. 

ipl 2021 indian premier league cricket news sports news ambati rayudu chennai super kings mumbai indians