IPL 2021 પર કોરોનાની માઠી અસર, 7મેથી બધી મેચ થઈ શકે છે મુંબઇમાં

04 May, 2021 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑફિશિયલ જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

બીસીસીઆઇ 7 મેથી આઇપીએલની બાકીની બધી મેચ મુંબઇમાં શિફ્ટ કરાવવા વિશે વિચાર થઈ રહ્યો છે, જેની ઑફિશિયલ જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે. બીસીસીઆઇએ આ નિર્ણય કેકેઆરના ખેલાડીનો કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યા પછી લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસ (Covid 19)ના સેકેન્ડ વેવ થકી દેશની સ્થિતિ સંપૂર્ણ રીતે લથડી ગઈ છે. હવે કોરોનાનો કેર આઇપીએલની મેચ પર પણ જોવા મળી રહ્યો છે. કેકેઆરના બે ખેલાડીઓ કોરોના પૉઝિટીવ આવ્યા છે જેના પછી બીસીસીઆઇને આઇપીએલની મેચ રિ શેડ્યૂલ કરવા વિશે વિચારવું પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે બીસીસીઆઇ 7  મેથી આઇપીએલની આવનારી મેચ મુંબઇમાં શિફ્ટ કરાવવા વિશે વિચારી રહી છે, જેની ઑફિશિયલ જાહેરાત કરવામાં આવશે. બીસીસીઆઇએ આ નિર્ણય કેકેઆરના ખેલાડીઓ કોરોના પૉઝિટીવ આવ્યા પછી લીધો છે. જણાવવાનું કે કેકેઆરના વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર કોરોના વાયરસથી સંક્રમિત છે. બે ખેલાડીઓ કોરોના પૉઝિટીવ આવ્યા પછી કેકેઆર અને આરસીબીની મેચ પણ રિશેડ્યૂલ કરવામાં આવી છે.

કેકેઆરના ખેલાડીઓ સિવાય ડીડીએસના ગ્રાઉન્ડ સ્ટાફના પણ કેટલાક લોકો કોરોના સંક્રમિત થયા છે જેના પછી બીસીસીઆઇને આઇપીએલ મેચ સ્થળાંતર કરાવવા વિશે નિર્ણય લેવો પડ્યો છે. બીસીસીઆઇ ટૂંક સમયમાં જ આઇપીએલની આગામી મેચના રિશેડ્યૂલ્ડ કાર્યક્રમની જાહેરાત કરશે.

મળતી માહિતી પ્રમાણે સીએસકે અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે થનારી મેચ પણ બીસીસીઆઇએ રિશેડ્યૂલ કરી દીધી છે. સીએસકેના બધા ખેલાડીઓ હાલ આઇસોલેશનમાં છે. બીજી તરફ જ્યારથી આઇપીએલમાં રમતા ખેલાડી કોરોના પૉઝિટીવ આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર આ ટૂર્નામેન્ટને રદ કરવાને લઈને ચાહકો પણ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. હાલ આખો દેશ કોરોના સામે જજૂમી રહ્યો છે.

sports sports news cricket news indian premier league ipl 2021