આઇસીસીએ પણ માન્યું કે ઑસ્ટ્રેલિયા સામેનો ભારતનો વિજય હતો અલ્ટિમેટ

09 June, 2021 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક જીત મેળવી હતી. કૅપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી ઉપરાંત અનેક સિનિયર ખેલાડીઓની ઇન્જરી છતાં પહેલી ટેસ્ટમાં ભૂંડી હાર બાદ જે રીતે ભારતીય ટીમ બેઠી થઈ હતી

ભારતીય ટીમ

ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક જીત મેળવી હતી. કૅપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી ઉપરાંત અનેક સિનિયર ખેલાડીઓની ઇન્જરી છતાં પહેલી ટેસ્ટમાં ભૂંડી હાર બાદ જે રીતે ભારતીય ટીમ બેઠી થઈ હતી અને સ્ટીવન સ્મિથ અને ડેવિડ વૉર્નર સહિતની ઑસ્ટ્રેલિયન ટીમને જે રીતે હરાવી એને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી) પણ કમાલની જીત ગણાવી છે. આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પહેલાં માહોલ બનાવવા માટે સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સિરીઝ નક્કી કરવા વોટિંગ કરાવ્યું હતું. ધ અલ્ટિમેટ ટેસ્ટ સિરીઝ માટે આઇસીસીએ ભારતની આ ઑસ્ટ્રેલિયન સિરીઝ ઉપરાંત ૧૯૯૯માં ઑસ્ટ્રેલિયા-વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ, ૨૦૦૫નો ઍશિઝ જંગ, ૨૦૦૮-’૦૯માં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ સામેલ હતી. જોકે ભારતીય ટીમની કમાલ કુલ ૭ મિલ્યન વોટ મેળવીને બધા પર ભારે પડી હતી. 

india australia international cricket council cricket news sports news sports