27 May, 2025 11:11 AM IST | Dispur | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર
ભારતીય ક્રિકેટ-ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં વધુ એક આધ્યાત્મિક સ્થળની મુલાકાત લીધી છે. તે સોમવારે આસામના ગુવાહાટીના પ્રખ્યાત મા કામાખ્યા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. ઇંગ્લૅન્ડ-ટૂર માટે ભારતીય સ્ક્વૉડની પસંદગી કરતાં પહેલાં પણ તે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં ગયો હતો.