આજે ભારત-શ્રીલંકાની મહિલાઓની પ્રથમ ટી૨૦

23 June, 2022 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિતાલી રાજની નિવૃત્તિ પછીની ભારતની આ પહેલી જ શ્રેણી છે

ફાઇલ તસવીર

ભયંકર આર્થિક કટોકટીમાં સપડાયેલા શ્રીલંકાના દામ્બુલા શહેરમાં આજે (બપોરે ૨.૦૦ વાગ્યાથી) હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમનો શ્રીલંકા સાથે પ્રથમ ટી૨૦ મૅચમાં મુકાબલો થશે. ત્રણ મૅચવાળી આ સિરીઝમાં સ્પિનિંગ-ઑલરાઉન્ડર ચમારી અથાપથ્થુ શ્રીલંકાની કૅપ્ટન છે. મિતાલી રાજની નિવૃત્તિ પછીની ભારતની આ પહેલી જ શ્રેણી છે. આગામી કૉમનવેલ્થ ગેમ્સ પર નજર રાખીને રમાનારી હરમનપ્રીત ભારતની ત્રણેય ફૉર્મેટ માટેની પહેલી સત્તાવાર સુકાની છે અને તેની મૅચમાં ઘણી ટૉપ-ઑર્ડર બૅટર્સ છે જેમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, એસ. મેઘના અને યાસ્તિકા ભાટિયા છે. ભારતની સ્ક્વૉડમાં કુલ ૧૫ પ્લેયર્સ છે. હરમને ગઈ કાલે કહ્યું કે ‘આ શ્રેણીમાં દરેકને પોતાની કાબેલિયત અને ક્ષમતા પુરવાર કરવાનો મોકો મળશે.’ આ સિરીઝનું જીવંત પ્રસારણ કરાશે કે નહીં એ વિશે ગઈ કાલે સાંજ સુધીમાં કોઈ ચોખવટ નહોતી કરાઈ. જોકે આજની પ્રથમ મૅચ શ્રીલંકન ક્રિકેટ બોર્ડની સત્તાવાર યુટ્યુબ ચૅનલ પર જરૂર બતાવાશે.

ભારતીય ટીમ : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, સિમરન બહાદુર, યાસ્તિકા ભાટિયા, રાજેશ્વરી ગાયકવાડ, રિચા ઘોષ, સબ્ભિનેની મેઘના, મેઘના સિંહ, પૂનમ યાદવ, રેણુકા સિંહ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવ.

sports sports news cricket news india sri lanka indian womens cricket team